
વિશ્વ મહિલા દિનને સમર્પિત સુરત ખાતે વાવવિંગ્સ ફોર ડ્રિમ્સ આયોજિત કૌશિકા પટેલને સ્પોર્ટ ચેમ્પિયનનો એવોર્ડ એનાયત.8 માર્ચ આંતરરાષ્ટ્રિય મહિલા દિનને સમર્પિત છે. દરેક દેશમાં વૂમન ડે અલગ અલગ રીતે મનાવાય છે. ઇટાલીમાં, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મીમોસાના ફૂલો આપીને મહિલાઓનું સન્માન કરાઇ છે. 1946 ની આસપાસ ઇટાલીમાં મીમોસાના ફૂલો આપવાની પ્રથા જોવા મળી હતી. ત્યાં મહિલાઓને સન્માનની નિશાની તરીકે આ ફૂલો આપવામાં આવ્યા હતા. ઇટલીમાં ફુલને પ્રેમ અને સન્માનનું પ્રતીક મનાય છે. તરીકે 8 માર્ચ, 1946 ના રોજ ની પત્ની,માતાઓ, બહેનો અને પુત્રીઓને આ સુગંધિત પીળા મીમોસા ફૂલો આપીને તેનું સન્માન કર્યું હતું. તે સમયથી આ પ્રથા થઇ ગઇ કે, આંતરરાષ્ટ્ય મહિલા દિનને દિવસ મહિલાઓનું સન્માન કરવા માટે તેને મિમોસાના ફુલ અપાય છે.
રાષ્ટ્રીય મહિલા પાર્ટી, સંયુક્ત રાજ્ય અમેરિકાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પર્પલ રંગ પહેરવાનું સૂચન આપ્યું હતું. કારણ કે રીંગણી રંગ, નિષ્ઠા, ઉદેશ, નિરંતરતા અને અડગ જ દ્રઢતાનું પ્રતીક છે. આ ગરિમા અને સ્વાભિમાનનો પણ રંગ છે. તેથી મહિલા દિવસનો રંગ રીંગણી રાખવામાં આવ્યો છે.
આજના આ દિવસે ૨૨ જેટલી વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું.વાવવિંગ્સ આયોજિત પ્રીતિમેમ દ્વારા સૌને એવોર્ડ અને સર્તી આપી સન્માનિત કરવામાં આવ્યા.










