BANASKANTHAPALANPUR

અંબાજીમાં ઇજાગ્રસ્ત ગાયની ગૌરી સેવા કેન્દ્રના કાર્યકરો દ્વારા સારવાર

10 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ગુજરાતમાં ગૌ સેવા માટે અનેક સેવાકીય સંસ્થાનો કાર્યરત છે. જે કોઈપણ પ્રકારના વ્યક્તિગત હિત ના જોઈ સેવાભાવથી પોતાની કામગીરી કરતા હોય છે. બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પણ ગૌ રક્ષા અને તેમની સેવા માટે સેવાકીય સંસ્થાનો કાર્યરત છે.અંબાજીમાં બંસી ગૌ સેવા અને શ્રી ગૌરી ગૌશાળા સેવા કેન્દ્ર ગૌ રક્ષા અને તેમની દેખભાળ કરવા માટે કાર્યરત છે. આજે અંબાજીના આસોપાલવ હોટેલ જોડે એક ગાયનું રેસ્ક્યુ કરી શ્રી ગૌરી ગૌશાળા સેવા કેન્દ્રના સેવાભાવી લોકોએ ઇજાગ્રસ્ત ગાયની સારવાર કરી હતી. શ્રી ગૌરી ગૌશાળા સેવા કેન્દ્ર ઘણા સમયથી અંબાજી અને આજુબાજુના વિસ્તારમાં ઇજાગ્રસ્ત ગાયોની સારવાર અને તેમની દેખભાળ કરી રહી છે. ત્યારે આજે પણ શ્રી ગૌરી ગૌશાળા સેવા કેન્દ્ર દ્વારા અંબાજીમાં આવેલી આસોપાલવ હોટલ નજીકથી એક ઇજાગ્રસ્ત ગાયની સારવાર કરી ઉત્તમ કારગીરી કરી હતી.

[wptube id="1252022"]
Back to top button