
તા.૯/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: ભારત સરકારના નીતિ આયોગના 7+4 ઇંડીકેટર અનુસંધાને બાળ મૃત્યુદર (ઇનફન્ટ મોર્ટાલીટી) ઘટાડવા માટે રાજકોટ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને અર્બન આરોગ્ય કેન્દ્રોના મળી કુલ ૫૦થી વધુ મેડીકલ ઓફિસરશ્રીઓને બાળકના જન્મ સમયના ગોલ્ડન અવર્સ અંગે બે દિવસની તાલીમ આપવામાં આવી હતી. કલેક્ટરશ્રી પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારીશ્રી ડો. નિલેષ રાઠોડની સુચના અનુસાર આ તાલીમનું આયોજન કરાયું હતું.

જેમાં નિયોનેટલ (તાજા જન્મેલા બાળકો)નો બાળ મૃત્યુદર ઘટાડવા માટે એસ્પેસિયા, ન્યુમોનિયા, ડાયેરિયા કેર અંગેની તાલીમ આપવામાં આવી હતી. બાળકના જન્મ સમયની પહેલી કલાક માતા અને બાળક માટે ગોલ્ડન અવર હોય છે. જેમાં માતા અને બાળ મરણ થવાનુ જોખમ સૌથી વધારે હોય છે. આ સમયે માતા અને બાળક બંનેની લેવાતી કાળજીઓ અને ડીલીવરી સમયે પોઇન્ટ એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન આરોગ્ય કેન્દ્રમાં સૌથી પહેલો હોય છે, જેથી તેવા સમયે મેડીકલ ઓફીસર દ્વારા કરાતી તમામ પ્રકારની ટ્રીટમેન્ટ આપવી અને સમય સંજોગ જોઇને બાળક્ને સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડીસ્ટ્રિક્ટ હોસ્પિટલ અથવા સિવિલ હોસ્પિટલમાં લઈ જવા અંગે તમામ જાણકારી હોવી જરૂરી છે.









