
તા.૧૧/૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: સરકારશ્રીની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓના લાભો ગામેગામ નાગરિકો સુધી પહોંચે તે હેતુથી દેશભરમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” આયોજીત કરવામાં આવી છે, જેના અનુસંધાને રાજકોટ જિલ્લામાં આ યાત્રા અંતર્ગત નાગરિકોને યોજનાકિય માહિતી અને માર્ગદર્શન આપીને લાભો વિતરિત કરવામાં આવી રહ્યા છે.

વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પડધરી તાલુકાના ખોડાપીપર ગામે કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી દુર્લભજીભાઇ દેથરિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગામલોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓ અંતર્ગત લાભો વિતરિત કરવામાં આવ્યાં હતાં. કાર્યક્રમમાં રાજકીય અગ્રણીશ્રીઓ, સરપંચશ્રી, સંબંધિત અધિકારીઓ તેમજ મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

[wptube id="1252022"]








