
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લા માંથી આજે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના 66 જેટલા સ્વયં સેવકો સુરત ખાતે ઉપડનારી સ્પેશિયલ આસ્થા ટ્રેન પકડવા રવાના થયા હતા જેમનો વઘઇ ખાતે કુમકુમ ચોખાથી તિલક કરી મોં મીઠો કરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રામભક્તો ભરેલી એસ ટી.બસને શ્રીફળ વધેરી પ્રસ્થાન કરવામાં આવી હતી જ્યાં રામભક્તો એ જયશ્રી રામ ના ગગનચુંબી જયનાધ બોલાવતા સમગ્ર વાતાવરણ ગુંજાયમાન થયો હતો આ રામભક્તો ભરેલી બસ આહવા અને વઘઇ થી રામભક્તોને લઈ સુરત રેલવે સ્ટેશન સુધી પહોંચાડવા રવાના થઈ હતી.
[wptube id="1252022"]





