GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:વેરાની બાકી પડતી રકમ નહિ ભરતા ત્રણ મોબાઈલ ટાવર ને નિષ્ક્રિય કરી નગર પાલિકા દ્વારા સીલ કરવામાં આવ્યા

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૧૨.૧૦.૨૦૨૩

હાલોલ નગર પાલિકા વિસ્તારમાં આવેલ મોબાઈલ ટાવર ધરાવતા મિલકત માલિકો દ્વારા મિલકત વેરાની બાકી પડતી રકમ નહિ ભરતા પાલિકા દ્વારા વારંવાર નોટીસો આપવા છતાં મિલકત વેરા ની રકમ નહિ ભરતા પાલિકા દ્રારા આજે ત્રણ મોબાઈલ ટાવર ને નિષ્ક્રિય કરી સીલ કરવામાં આવ્યા હતા.પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ નગર પાલિકા વિસ્તારમાં રહેણાંક તેમજ વ્યવસાઇક મિલકત ધારકો મિલકત નો વેરો નિયમિત રીતે નહિ ભરાતા મિલકત માલીકો સામે લાલ આંખ કરી બાકી વેરા અંગે નોટીસો આપી તાકેદ કરવામાં આવે છે. તેમ છતાં મિલકત વેરો નહિ ભરાતા પાલિકા દ્વારા બાકી પડતી રકમ ની આખરી નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં પણ બાકી વેરાની રકમ નહિ ભરતા નગર પાલિકાના કર્મચારીઓ એ નગર ના કરીમ કોલોની ખાતે એસેંડ ઇન્ફ્રા ટાવર, પાવાગઢ રોડ ખાતે એ.ટી.સી. ઇન્ફ્રા ટાવર, અને કાલોલ રોડ ઉપર આવેલ રિલાયન્સ કોમ્યુનિકેશન આમ ત્રણ મોબાઈલ ટાવરો ને નિષ્ક્રિય કરી સીલ કરવામાં આવ્યા હતા.

 

[wptube id="1252022"]
Back to top button