
4 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
જય શ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય મોટાસડા ખાતે ગુરુપૂર્ણિમા પર્વની રંગભેર ઉજવણી કરવામાં આવી સૌપ્રથમ ગુરુજનો દ્વારા સરસ્વતી વંદના કરવામાં આવી ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા ગુરુજીઓને કુમકુમ ચોખા દ્વારા તિલક કરી, મો મીઠું કરી, ભેટ અર્પણ કરી પૂજન કરવામાં આવ્યુ. આ પ્રસંગે શાળાના શિક્ષક શ્રી દિપકભાઈ પ્રજાપતિ, પંકજભાઈ પટેલ, અને આચાર્ય શ્રી ડી.ટી રાઠોડ સાહેબ દ્વારા ગુરુનું મહત્વ સમજાવતું વક્તવ્ય આપવામાં આવ્યું તેમજ વિદ્યાર્થીઓને શૂભાશિષ પાઠવવામાં આવ્યા. વિદ્યાર્થીઓ દ્વારા પણ વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા. તમામ વિદ્યાર્થીઓને પણ મો મીઠું કરાવવામાં આવ્યું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં વહીવટી સ્ટાફથી લઈ સમગ્ર શાળા પરિવારે ખૂબ જહેમત ઉઠાવી તે બદલ શાળાના આચાર્યશ્રી ડી ટી રાઠોડ સાહેબે તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા



