
હળવદમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું
વિશાલ જયસ્વાલ હળવદ
મોરબીના માણેકવાડાના રહેવાસી હાલ હળવદના રાણેકપર રોડ ઉપર રામવીલા-૧ માં રહેતા નિવૃત એસ.ટી. વિભાગના કર્મચારી નરેન્દ્રસિંહ કનકસિંહ જાડેજા ઉવ.૬૦ એ હળવદ પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરિયાદી હાલ રામવીલા-૧ માં પોતાના પરિવાર સાથે રહે છે ત્યારે ગત તા.૧૮/૦૫ ના રોજ પરિવાર સાથે પોતાના વતન માણેકવાડા ગામ પોતાનું ઘર બંધ કરી ગયા હતા ત્યારે તે દરમિયાન ગઈકાલ તા.૨૩/૦૫ ના રોજ મોબાઇલ ફોન ઉપર પાડોશી દ્વારા જાણ કરવામાં આવી કે તમારા મકાનના તાળા તૂટ્યા છે. જેથી ફરિયાદી તથા તેમનો પુત્ર તાત્કાલિક હળવદ સ્થિત પોતાના ઘરે આવીને જોયું તો ઘરનો મેઈન દરવાજાના તાળા તથા દરવાજામાં રહેલો અંદરની ભાગનો લોક તસ્કરો દ્વારા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો.ત્યારે તસ્કરોએ ઘરના બેડરૂમમાં આવેલ તીજોરીઓના ખાનાના લોક તોડી રોકડ રૂપીયા ૬૦ હજાર તથા સોના-ચાંદીના દાગીના કિ.રૂ.૩૨,૨૦૦/-ના મળી કુલ રૂ.૯૨,૨૦૦/-ની માલમતાની ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું હતું ત્યારે પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી પ્રાથમિક તપાસ હાથ ધરી..