
જૂનાગઢ એસબીઆઈ આરસેટી ખાતે રોજગારી કૈાશલ્ય વિષય પર કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : એસબીઆઈ આરસેટી જૂનાગઢ ખાતે સર્વ શિક્ષા અભિયાન અને પી.એસ.એસ. કેન્દ્રિય વ્યવસાહિક શિક્ષણ સંસ્થા,ભોપાલ દ્વારા તા.૨૨ થી ૨૪ ફેબ્રુઆરી ત્રિ-દિવસીય વ્યાવસાયિક શિક્ષણ માટે રોજગારી કૌશલ્ય પર શિક્ષકો માટે કાર્યક્ર્મ યોજાયો હતો. જેમાં જૂનાગઢ,ગીર-સોમનાથ અને પોરબંદર જીલ્લાના ૫૫ જેટલા શિક્ષકોએ હાજરી આપી હતી.આ કાર્યક્રમમાં રોજગારી કૌશલ્ય પર શિક્ષકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી બી.એચ.વાઢેર સહિતના ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમમાં શિક્ષકોને વ્યાવસાયિક શિક્ષણ અને રોજગારી પર માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં પ્રાઇમરી અને માધ્યમિક શિક્ષણમાં વિકાસ કાર્યોને લઈને માહિતી આપવામાં આવી હતી.
[wptube id="1252022"]