Devboomi Dwarka : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિશ્વ હૃદય દિવસ નિમિતે જન જાગૃતિ કાર્યક્રમો યોજાયા

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર who દ્વારા આપવામાં આવેલ ”USE HEART KNOW HEART” થીમ પર વિશ્વ હ્રદય દિવસ” અંતર્ગત જન જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
અનિયમિત જીવનશૈલી, માનસિક તણાવ, અસંતુલિત ખોરાક, કસરતનો અભાવ, વ્યસન, વગેરે જેવા પરીબળોના કારણે સમગ્ર વિશ્વમાં હૃદય રોગોનું પ્રમાણ વધી રહ્યું છે આવી પરિસ્થિતિમાં હૃદયને સ્વસ્થ રાખવા માટે નિયમિત કસરત કરવી, યોગ કરવા, વ્યસન ન કરવું વગેરે બાબતો ધ્યાને રાખી હૃદયને સ્વસ્થ રાખવું જોઈએ.
છેલ્લા કેટલાક વર્ષોથી યુવાવર્ગમાં હ્રદય રોગોના હુમલાથી મોતના કિસ્સાઓ જોવા મળે છે, આ બાબત પાછળ યુવાવર્ગ દ્વારા કરવામાં આવતી ખોટી ચિંતા, માનસિક તણાવને જવાબદાર ગણાવેલ છે, આમ હૃદયને સ્વસ્થ રાખવા માટે આપણે જીવનશૈલીમાં બદલાવ લાવીને આપના હૃદયને સ્વસ્થ રાખી શકીએ છીએ.
સમગ્ર જિલ્લાની વિવિધ શાળાઓના બાળકોને હૃદયને સ્વસ્થ રાખવા માટે શું કરવું જોઈએ તેમજ યોગ અને કસરત, પોષ્ટિક આહાર, વ્યસન ન કરવું વગેરે બાબતો વિશે હેલ્થ એન્ડ વેલ્થ સેન્ટરના કોમ્યુનીટી હેલ્થ ઓફિસર, આર.બી.એસ.કે મેડીકલ ઓફિસર તેમજ આરોગ્ય કાર્યકરો દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ભંડેરીના માર્ગદર્શન અનુસાર આરોગ્ય વિષયક માહિતી આપવામાં આવી હતી.









