BHARUCHGUJARATNETRANG

નેત્રંગ : બિલોઠી ગામમાં ૨૦ વર્ષથી માર્ગ નહીં બનતા ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૧૨/૦૯/૨૦૨૩

 

 

નેત્રંગ તાલુકામાં વિકાસની વાતો વચ્ચે બિલોઠી ગામમાં 20 વર્ષથી માર્ગ નહીં બનતા ગ્રામજનો મેટલ વાળા રોડ ઉપરથી પસાર થવા મજબૂર બન્યા છે. ત્યારે

 

 

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે તે માટે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.સાથે સુશાસન દિન બનાવવામાં આવ્યો હતો ત્યારે આ સુશાસન દિનની ઉજવણી હાસ્યમય બની હૉય તેવા દ્રશ્યો નેત્રંગ તાલુકાનાં બિલોઠી ગામમાંથી સામે આવ્યા છે.નેત્રંગ બિલોઠી ગામના સામરપાડા ફળિયામાં છેલ્લા 20 વર્ષ પહેલા માર્ગ તો બન્યો હતો પરંતુ તે માર્ગ હાલ અત્યંત બિસ્માર બન્યો છે.વાહનો તો શું આ માર્ગ ઉપરથી પગ પાળા પણ નહીં જવાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ માર્ગ બનાવી આપવાની માંગ સાથે ગ્રામ પંચાયત અને સ્થાનિકો દ્વારા પૂર્વ વન મંત્રી ગણપત વસાવા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવાને લેખિતમાં રજૂઆત કરી હોવા છતાં તંત્ર કે નેતાઓ દ્વારા યોગ્ય પગલાં નહિ લેવાતા હાલ ગ્રામજનો બિસ્માર માર્ગ ઉપરથી પસાર થવા મજબૂર બન્યા છે.

 

ત્યારે તા.૧૧ સપ્ટેમ્બરના રોજ નેત્રંગ મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ અને નેત્રંગ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરપત વસાવા અને બિલોઠી ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદન પાઠવ્યું હતું.

 

જેમાં જણાવ્યું કે બિલોઠી ગ્રામ પંચાયતના લોકોની રજુઆત છે કે, છેલ્લા ૨૦ વર્ષ કરતા વધારે સામરપાડા બસ સ્ટેન્ડથી ગામમાં જવાનો રસ્તો ખુબ જ ખરાબ હોવાથી અવાર – નવાર રજુઆતો કરવા છતાં તંત્ર દ્રારા આજદિન સુધી રસ્તો બનાવેલ નથી રસ્તાની ઉપર ખુબ – જ મોટા ખાડા અને મોટા – મોટા અણીદાર પથ્થરાઓ રોડ ઉપર નીકળેલા હોય જેથી ચાલતા જવામાં અને ગાડીઓ લઈને જવામાં ગાડીઓના ટાયરો પંચર પડે છે રસ્તાની એટલી ખરાબ હાલત છે કે ૧૦૮ એમ્બ્યુલન્સ પણ ગામમાં આવી શકે તેમ નથી સ્કુલે જતા વિદ્યાર્થીઓને ચાલતા જવામાં ખુબ જ તકલીફ પડે છે. આ રસ્તા ઉપરથી કોઇપણ પશુઓને પણ લઈ જવામાં તકલીફ પડે છે. જેથી આપ સાહેબને આજરોજ અમારા ગ્રામજનોની નમ્ર વિનંતી છે કે અમારા આવેદનને જે તે કચેરીને લાગતા વળકતા સરકારી કચેરીને મોકલી તાત્કાલીક ધોરણે આ રસ્તાનું કામ ચાલુ થાય એવી રજુઆત કરી હતી.

 

જો તાત્કાલિક ધોરણે આ રસ્તો મંજુર કરવામાં ન આવે તો આવનારી કોઇ પણ ચૂંટણીમાં ગ્રાજનોએ નિર્ણય કર્યો છે કે આ રસ્તો નહી બને તો ગામમાં ચુંટણીનો બહિષ્કાર કરીશું.

તેમજ વહેલી તકે યોગ્ય નિરાકરણ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button