હાલોલ રૂરલ પોલીસે આંબા તળાવ ગામે નર્મદા કેનાલ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો,એક ખેપિયાની ધરપકડ

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૮.૮.૨૦૨૩
હાલોલ રૂરલ પોલીસે બાતમીના આધારે હાલોલ તાલુકાના આંબાતળાવ ગામે નર્મદા કેનાલ પાસેથી ૬૬,૪૦૦/- નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી આરોપી સામે પ્રોહિબિશન નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ રૂરલ પોલીસ મથકના પીઆઇ આર.એ.જાડેજાને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે એક ગ્રે કલરની એક્ટિવા ચાલક હાલોલ તાલુકાના ઉજેતી ગામ તરફથી આંબા તળાવ ગામ તરફ જવાના નર્મદા કેનાલ નાં પુલ તરફ આવનાર છે જે બાતમીના આધારે હાલોલ રૂરલ મથકના પીએસઆઈ આર.એસ.રાઠોડ અને તેઓની ટીમ આંબા તળાવ ગામ તરફ જવાના નર્મદા કેનાલ પાસે વોચ માં હતા દરમ્યાન બાતમી વાળી એક ગ્રે કલરની એક્ટિવા આવતા તેને રોકી તપાસ કરતાં એક્ટિવા પર અલગ અલગ બ્રાન્ડ નો વિદેશી દારૂનો જથ્થો જેમાં ૨૧૦ નંગ બોટલો જેની અંદાજે કિંમત ૨૬,૪૦૦/- રૂ. એક્ટિવા ની કિંમત ૪૦,૦૦૦/- મળી કુલ ૬૬,૪૦૦/- રૂ.નાં મુદ્દામાલ સાથે એક્ટિવા ચાલક સંજયભાઈ નરવતભાઈ પરમાર રહે. અડીરણ, કુલા ફળીયા તા.વાઘોડિયા.જી.વડોદરા નાઓ ને ઝડપી પાડી પોલીસે આરોપી સામે પ્રોહીબીશન નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.










