KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ડેરોલસ્ટેશન ખાતે થર્મલ તરફતી આવતી એક સિમેન્ટ ભરેલ ટ્રકનાં ચાલકે એક બાઈકને અડફેટે લેતા મહિલાનું મોત.

તારીખ ૫ મે

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

પુત્રના પુત્ર-પૌત્રી નાં ચૌલક્રિયા અને લટ નાં પ્રસંગનું સગાસ્નેહીને આમંત્રણ આપવા જતાં રસ્તામાં અકસ્માત નડતા મહિલાનું મોત.

કાલોલ ડેરોલસ્ટેશનાં જાહેર માર્ગ પર થર્મલ તરફથી સિમેન્ટ ભરી આવતી ટ્રકના ચાલકે પોતાનું વાહન ગફલત ભરી રીતે હંકારતાં ડેરોલસ્ટેશનના સત્સંગ ફળિયા સામેનાં રોડ પરથી પસાર થતી બાઈક ને અડફેટે લેતાં બાઈક પાછળ બેઠેલ મહિલા જમીન પર પટકાઈ હતી.જમીન પર પડેલ મહિલા પર સિમેન્ટ ભરેલ જીજે-૭-વાયવાય-૫૭૬૨ નંબરની ટ્રકના તોતિંગા ટાયર ફરી વળતા શરીરનાં ચૂરે ચૂરા ઉડી જતાં ઘટના સ્થળે જ મહિલાનું મોત નીપજ્યું હતું.મૂળ વાંકાનેડાગામનાં અને હાલ ગોધરા રહેતાં સોલંકી રયજીભાઈ ભેમાભાઈ નાં પુત્રના પુત્રોના દીકરા દીકરીના ચૌલક્રિયા અને લટ નો શુભ પ્રસંગ ૧૪ મે નાં રોજ હોવાની ખુશીનું આમંત્રણ આપવા જતાં મહિલા ચંપાબેન કોદરભાઈ સોલંકી ઉંમર વર્ષ-૪૫ નાં નાઓનું ટ્રક નાં પૈડાઓ ફરી વળતા મોત થતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.જયારે તેમની પુત્રી પીનલ ને પણ શરીર પર નાનીમોટી ઈજાઓ થતાં બેભાન થયેલ છે.જોકે ટ્રક ચાલક ગ્રામજનોનાં મારથી ડરી નાસી છૂટ્યો હતો.પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળએ પડેલ મહિલાની ચૂરેચૂરા બોડીને પી.એમ.માટે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખશેડી ઘટતી કાર્ય વાહી હાથ ધરી છે.ઉલ્લેખનીયએ છે કે ડેરોલસ્ટેશનનાં કૃણાલ બારોટ દ્વારા ફેસબુક અને સોશિયલ મીડિયાનાં માધ્યમથી ભારે વાહનો પર જિલ્લા કલેકટર દ્વારા અગાઉ આ માર્ગ પર પ્રતિબંધ હોવાનું જણાવ્યું છે. તેમ છતાં રોડ પર દોડતા ભારે વાહનોને હવેથી તંત્ર દ્વારા અટકાવવામાં નહીં આવે તો ગ્રામ જનો દ્વારા ભારે વાહનો રોકીને તેના ચાલક ને માર મારવામાં આવશે તેવી ખુલ્લી પડકાર તંત્ર સામે ફેંકવામાં આવી છે. જો આમ કરતાં પણ નિવાડો નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાનું પણ જણાવી રહ્યા છે.

[wptube id="1252022"]
Back to top button