
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં ગૌરી વ્રતની ઉજવણી : મેઘરજના જીતપુર ગામની બાલિકાઓ ગૌરી વ્રતની ઉજવણી કરી

કહેવાય છે ને ગોર માનો વર કેસરિયો ત્યારે આજે પણ હિન્દૂ ધર્મ માઁ વિવિધ તહેવાર નુ મહત્વ છે જેમાં ખાસ કરીને નાની બાલિકાઓ નો સૌથી પ્રિય તહેવાર એટલે ગૌરી વ્રત

ગૌરી વ્રત અષાઢ સુદ એક ના દિવસે શરુ થાય છે જેમાં સૌ પ્રથમ એક નાની ટોપલીમા પાચ અલગ અલગ ધાન્ય જેવા કે ડાંગર,જય, મકાઈ,ઘઉં, અને વાલર લઇ ને છાણ સાથે મિશ્ર ન કરી ગોરો ઉગાડાવામાં આવે છે અને પછી પાચ દિવસ બાલિકાઓ દ્વારા સવારે પુજા કરી ઉપવાસ કરવામા આવે છે. અને છેલ્લા દિવસે બાલિકાઓ પોતે લાડો અને લાડી બની ને ગામમાં વારઘોડો કાઢવા આવે છે અને છેલ્લા દિવસે બાલિકાઓ વર કન્યા બની ને લગ્ન કરી ઉજવણી કરતા હોય છે આ ગૌરી વ્રત પાછર ની માન્યતા એ છે કે બાલિકાઓને પોતાનું મન ગમતું પાત્ર મળે તે માટે ગૌરી વ્રત કરતા હોય છે








