NATIONAL

Election : 5 રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત, મધ્ય પ્રદેશમાં 17 અને રાજસ્થાનમાં 23 નવેમ્બરે મતદાન, 3 ડિસેમ્બરે પરિણામ

ચૂંટણી પંચે પત્રકાર પરિષદ કરીને 5 રાજ્યની વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી છે. મિઝોરમમાં 7 નવેમ્બરે મતદાન યોજાશે. મધ્ય પ્રદેશમાં 17 નવેમ્બરે મતદાન યોજાશે.છત્તીસગઢમાં 2 તબક્કામાં ચૂંટણી યોજાશે. છત્તીસગઢમાં 7 નવેમ્બર અને 17 નવેમ્બરે મતદાન યોજાશે. રાજસ્થાનમાં 23 નવેમ્બરે મતદાન યોજાશે. તેલંગાણામાં 30 નવેમ્બરે મતદાન યોજાશે.આ તમામ રાજ્યમાં ચૂંટણીનું પરિણામ 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

5 રાજ્યોમાં 1.77 લાખ મતદાન મથકો રહેશે. ચૂંટણી પંચે તમામ મતદારોને મતદાર યાદીમાં તેમના નામ ચેક કરવા, તેમની વિગતો સુધારી લેવા કરી અપીલ. 17 ઓક્ટોબરે મતદાર યાદી જાહેર થશે. 23 તારીખ સુધી યાદીમાં સુધારા કરી શકાશે. ચૂંટણી રાજ્યોમાં 940 ચૂંટણી પોસ્ટ બનાવાઈ, જેનાથી તમામ પ્રક્રિયા પર નજર રખાશે.

આ વખતે PVTG 100 ટકા વોટરોનું રજિસ્ટ્રેશન થયું. PVTG એ આદિવાસીઓ માટે ખાસ વ્યવસ્થા છે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચે તમામ 5 રાજ્યોની મુલાકાત લીધી હતી અને તમામ રાજ્યોના રાજકીય પક્ષો સાથે બેઠકો કરી હતી. મિઝોરમનો કાર્યકાળ ડિસેમ્બર 2023માં પૂરો થાય છે. બાકીના રાજ્યોનો કાર્યકાળ જાન્યુઆરી 2024માં સમાપ્ત થઈ રહ્યો છે. આ 5 રાજ્યોમાં 679 વિધાનસભા સીટો છે.

છત્તીસગઢની 90 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી યોજાશે. છત્તીસગઢ વિધાનસભાનો કાર્યકાળ 3 જાન્યુઆરી, 2024ના રોજ સમાપ્ત થશે. છેલ્લી વિધાનસભા ચૂંટણી નવેમ્બર 2018માં યોજાઈ હતી. જેમાં કોંગ્રેસનો વિજય થયો હતો અને ભૂપેશ બઘેલ રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા.

મિઝોરમમાં 40 સીટો પર ચૂંટણી યોજાવાની છે. મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ 17 ડિસેમ્બર 2023ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી નવેમ્બર 2018માં યોજાઈ હતી, જેમાં મિઝો નેશનલ ફ્રન્ટે જીત મેળવી હતી અને રાજ્યમાં સરકાર બનાવી હતી. ત્યારબાદ જોરમથાંગા મુખ્યમંત્રી બન્યા.

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તમામ 230 બેઠકો માટેની ચૂંટણી યોજાશે. રાજ્યમાં વિધાનસભાનો કાર્યકાળ 6 જાન્યુઆરી, 2024ના રોજ પૂરો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી નવેમ્બર 2018માં યોજાઈ હતી. તે ચૂંટણીમાં કોંગ્રેસે રાજ્યમાં સરકાર બનાવી અને કમલનાથ મુખ્યમંત્રી બન્યા. પરંતુ માર્ચ 2020 માં, કોંગ્રેસના 22 ધારાસભ્યોએ વિધાનસભામાંથી રાજીનામું આપ્યું અને જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાયા. આ પછી રાજ્ય સરકાર પડી અને મુખ્યમંત્રી કમલનાથે રાજીનામું આપવું પડ્યું. આ પછી રાજ્યમાં ભાજપે સરકાર બનાવી અને શિવરાજ સિંહ ચૌહાણ મુખ્યમંત્રી બન્યા.
રાજસ્થાનમાં વિધાનસભાનો કાર્યકાળ 14 જાન્યુઆરી 2024ના રોજ પૂરો થઈ રહ્યો છે. રાજ્યની 200 બેઠકો પર મતદાન થશે. 2018માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે રાજ્યમાં સરકાર બનાવી અને અશોક ગેહલોત મુખ્યમંત્રી બન્યા.
તેલંગાણા વિધાનસભાનો કાર્યકાળ 16 જાન્યુઆરી 2024 ના રોજ સમાપ્ત થશે. તેલંગાણામાં 119 બેઠકો પર મતદાન યોજાશે. તેલંગાણા રાષ્ટ્ર સમિતિએ રાજ્યમાં સરકાર બનાવી હતી. તેનું નામ હવે બદલીને ભારત રાષ્ટ્ર સમિતિ રાખવામાં આવ્યું છે. ચંદ્રશેખર રાવ બીજી વખત મુખ્યમંત્રી બન્યા.

ક્યારે ક્યાં થશે મતદાન

મિઝોરમ- 7 નવેમ્બર
મધ્ય પ્રદેશ- 17 નવેમ્બર
છત્તીસગઢ- 7 અને 17 નવેમ્બર
રાજસ્થાન-23 નવેમ્બર
તેલંગાણા-30 નવેમ્બર

ક્યા કેટલી બેઠક

રાજસ્થાન- 200 બેઠક

મધ્ય પ્રદેશ- 230 બેઠક

છત્તીસગઢ- 90 બેઠક

તેલંગાણા- 119 બેઠક

મિઝોરમ- 40 બેઠક

તમામ રાજ્યના પરિણામ એક સાથે 3 ડિસેમ્બરે આવશે

[wptube id="1252022"]
Back to top button