GUJARATJETPURRAJKOTUncategorized

કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે ઐતિહાસિક ચલણી સિક્કાઓ-ચલણી નોટોનું પ્રદર્શન યોજાયું

તા.૨૫/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

મૌર્યકાળથી લઈને બ્રિટિશ રાજ તેમજ વર્તમાન સિક્કાઓનો સંગ્રહ નિહાળતી વિદ્યાર્થિનીઓ

રાજકોટની શ્રી કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે આજે ઐતિહાસિક ચલણી સિક્કાઓ તેમજ ચલણી નોટોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેને શાળાની વિદ્યાર્થિનીઓએ રસપૂર્વક નિહાળ્યું હતું.

રાજકોટમાં રહેતા નરેન્દ્રભાઈ સોલંકી દેશ-વિદેશના અને જૂના-નવા સિક્કાઓનો સંગ્રહ કરવાનો શોખ ધરાવે છે. તેઓ છેલ્લા ૪૦ વર્ષથી વિવિધ સિક્કાઓ અને ચલણી નોટો એકત્ર કરી રહ્યા છે. તેમના દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં ૨૨૦થી વધુ દેશોના સિક્કાઓ તથા ચલણી નોટ પ્રદર્શનમાં મુકવામાં આવી હતી. જેમાં મૌર્યકાળ, ચંદ્રગુપ્ત દ્વિતીયના કાળના સિક્કાઓથી લઈને મોગલ કાળ, સલ્તનત કાળ, પોર્ટુગીઝ રાજના સમયના સિક્કાઓ, બ્રિટિશકાલીન ભારતના ૧૮૩૫થી લઈને ૧૯૪૭ સુધીના વિવિધ ચલણી સિક્કાઓ તેમજ ૧૯૪૭થી લઈને વર્તમાન સમયના સિક્કાઓ પ્રદર્શનમાં રાખવામાં આવ્યા હતા. જેને વિદ્યાર્થિનીઓએ રસપૂર્વક નિહાળ્યા હતા. તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની એક અનોખી ફ્રેમ પણ તૈયાર કરી છે. જેમાં ૧૯૫ દેશના સિક્કાઓ તેમજ વડાપ્રધાનશ્રી મોદી ૭૨ વર્ષના હોવાથી તેમના ફોટોવાળા ૭૨ સિક્કાઓ પણ ગોઠવ્યા છે.

નરેન્દ્રભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ૪૦ કરતાં વધુ વર્ષથી આ સિક્કાઓનો સંગ્રહ કરે છે. ભારતમાં આવતા વિદેશીઓ તેમજ વિદેશમાં જતા લોકો પાસેથી તેઓ આ ચલણી સિક્કાઓ તથા નોટો મેળવે છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button