

વડોદરા જિલ્લા અને નર્મદા જિલ્લા ને જોડતો મુખ્ય માર્ગ બિસમાર બનતા વાહન ચાલકો ને હાલાકી ભોગવવા નો વારો આવ્યો.
સેગવા થી રાજપીપળા જવાના મુખ્ય માર્ગ પર આવેલ બીથલી દરિયાપુરા ગામ ના પાટિયા વચ્ચે મુખ્ય માર્ગ ની બંને સાઇડ ઉપર મસ મોટા ખાડા પડતાં અકસ્માત થવાની સો ટકા સંભાવના છે.
જ્યાં રોડ ઉપર કોઈ જાગૃત નાગરિકે કોઈ અકસ્માત ન સર્જાય માટે મસ મોટા ખાડા માં વૃક્ષ ની ડાળી લગાવી લાલ ઝંડી ની આળસ મૂકેલ નજરે પડે છે.
આ જગ્યાએ બંને બાજુથી મોટા વાહન આવે તો અકસ્માત થવાનું નક્કી દેખાઈ રહ્યું છે.
વડોદરા જિલ્લાના શિનોર તાલુકા ની સેગવા ચોકડી થી નર્મદા નદી પર આવેલ શ્રી રંગ સેતુ બ્રિઝ થઈ નર્મદા જિલ્લા માં પ્રવેશ તો મુખ્ય માર્ગ હોવાના કારણે હજારો વાહનોની અવરજવર હોય આ ખાડા થી કોઈ મોટો અકસ્માત સર્જાય તો જવાબદારી કોની રહેશે ?
તંત્ર વહેલી તકે ધ્યાન દોરી સત્વરે આ માર્ગ નું સમાર કામ કરાવે એવી લોક માંગ ઉઠવા પામી છે.
ફૈઝ ખત્રી ..શિનોર









