GUJARATNAVSARIVANSADA

વિકસિત ભારત સંકલ્પ રથયાત્રાનો કાર્યક્રમ વાંસદાના કણધા ગામે યોજવામાં આવ્યો.

પ્રિતેશ પટેલ, વાંસદા

વાત્સલ્યમ્ સમાચાર

વિકસિત ભારત સંકલ્પ રથયાત્રાનો કાર્યક્રમ વાંસદાના કણધા ગામે યોજવામાં આવ્યો.

……..

 

વાંસદા તાલુકાના કણધા ગામે વિકસિત ભારત સંકલ્પ રથયાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેનો મુખ્ય હેતુ નાગરિકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરવા તેમજ તેઓને આપવા પાત્ર લાભો ઘર બેઠા આપવાનો છે.

વધુમાં આ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાટાઆંબા દ્વારા આ નાગરિકોને સિકલસેલ સ્ક્રીનીંગ,ટીબી સ્ક્રીનીંગ,આભકાર્ડ,આયુષ્યમાન કાર્ડ,વગેરે જેવા લાભો ઘેરબેઠા કરી આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે વાંસદા તાલુકા પંચાયત,જિલ્લા પંચાયતના હોદેદારો તથા અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button