NATIONAL

CJI : મહિલા ન્યાયાધીશના ઈચ્છામૃત્યુના વાયરલ થયેલા પત્ર પર CJI DY ચંદ્રચુડે અલ્હાબાદ હાઈકોર્ટ પાસેથી રિપોર્ટ મંગાવ્યો

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના મહિલા સિવિલ જજે સુપ્રીમ કોર્ટ સમક્ષ ઈચ્છામૃત્યુની માગ કરી છે. જોકે આ મામલો સામે આવતાં જ ખળભળાટ મચી ગયો હતો. સોશિયલ મીડિયા પર પણ સનસનાટી ફેલાઈ ગઈ હતી અને પીડિતાનું નામ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં આવી ગયું.

મહિલા જજે સુપ્રીમ કોર્ટને પત્ર લખીને ઈચ્છામૃત્યુની પરવાનગી માંગી હતી. મહિલા જજે સુપ્રીમ કોર્ટને લખેલા પત્રમાં શોષણનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે કેવી રીતે તેમની સાથે અન્યાય થયો, પરંતુ આ મામલે હજુ સુધી કોઈ પોલીસ કાર્યવાહી કરવામાં આવી નથી.

ઉત્તરપ્રદેશની મહિલા જજનો ઈચ્છામૃત્યુ માગતો પત્ર વાયરલ થતાં સીજેઆઈ ડી.વાય.ચંદ્રચૂડ એક્ટિવ થયા હતા અને તેમણે અલ્હાબાદ હાઈકોર્ટથી આ કેસમાં સ્ટેટસ રિપોર્ગ માગ્યો હતો. સુત્રોએ જણાવ્યું કે તેમણે મોડી રાતે સુપ્રીમકોર્ટના સેક્રેટરી જનરલ અતુલ એમ કુરહેકરને અલ્હાબાદ હાઈકોર્ટના તંત્ર પાસેથી સ્ટેટસ રિપોર્ટ માગવા આદેશ કર્યો હતો

વાયરલ થઈ રહેલા પત્ર મુજબ ઉત્તર પ્રદેશના એક મહિલા જજે તેમના પર જાતીય સતામણીનો આરોપ લગાવતા ઈચ્છામૃત્યુની માંગ કરી છે. મહિલા જજે પોતાની ચિઠ્ઠીમાં લખ્યું કે, મારી સાથે ખૂબજ ખરાબ વ્યવહાર કરાયો છે. મારું ખૂબ જ ખરાબ રીતે યૌન શોષણ કરાયું છે. બાંદા જિલ્લામાં પોસ્ટીંગ પામેલા જજે કહ્યું કે, મને આશા હતી કે હું બીજાને ન્યાય અપાવીશ. હું કેટલી ભોળી હતી. મહિલા જજના દાવા મુજબ તેમના પોસ્ટિંગ દરમિયાન જિલ્લા ન્યાયાધીશ અને તેમના નજીકના લોકો દ્વારા માનસિક અને શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ડિસ્ટ્રિક્ટ જજે તેમને રાત્રે મળવા માટે દબાણ કર્યું હોવાનો દાવો પણ કર્યો છે.

બાંદામાં તૈનાત મહિલા ન્યાયાધીશે તેના પત્રમાં કહ્યું કે, તેણે આ મામલાની ફરિયાદ અલાહાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને અન્ય સંબંધિત અધિકારીઓને કરી પરંતુ કોઈએ એકવાર પણ પૂછ્યું ન હતું કે શું ઘટના બની છે. ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી ના થતાં તેઓએ નિરાશ થઈને ઈચ્છામૃત્યુની માંગ કરતો પત્ર લખ્યો હતો.

ખૂબ જ કડક ભાષામાં મહિલા ન્યાયાધીશે લખ્યું કે જજ હોવા છતાં તે પોતાની જાતને ન્યાય નથી અપાવી શકતી. ખૂબ જ ઉત્સાહ સાથે ન્યાયાધીશની પરીક્ષામાં હાજર થયા પછી ન્યાયિક સેવામાં પ્રવેશી હતી, પરંતુ તેને કોર્ટમાં ગેરવર્તણૂકનો સામનો કરવો પડ્યો હતો. પત્ર લખીને મહિલા જજે વર્કિંગ વુમનને જાતીય સતામણી સામે જીવતા શીખવા જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button