BHARUCHNETRANG

નેત્રંગ ભક્તિધામ સ્વામિનારાયણ મંદિર ખાતે G-20 સમિટ અંતર્ગત યુથ-20 કાર્યક્રમ યોજાયો.

નેત્રંગ ભક્તિધામ સ્વામિનારાયણ મંદિર ખાતે G-20 સમિટ અંતર્ગત યુથ-20 કાર્યક્રમ યોજાયો.

તા.૦૬/૦૫/૨૦૨૩, રવિવાર,

 

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ દ્વારા યુવાઓને પ્રોત્સાહન મળી રહે તે માટે યુવા સંવાદ કાર્યક્રમો કરી યુવાઓને ઉભારી રાજ્ય સરકારના પ્રજા કલ્યાણકારી તથા વિકાસલક્ષી કાર્યક્રમો લોકો સુધી પહોંચાડવાનું અવિસ્મરણીય કામગીરી કરવામાં આવે છે. જેના સંદર્ભમાં ભારત સરકાર વર્ષ 2023માં G-20 Summit માટે યજમાન દેશ બન્યું છે. જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાત રાજ્યને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેથી G-20 Summit અંતર્ગત ઘણાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

 

જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામા ભક્તિધામ સ્વામિનારાયણ મંદિર ખાતે યુથ 20 કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે એડવોક્ટ એન્ડ નોટરી સ્નેહલકુમાર પટેલ દ્વારા યુવાનોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

 

જેમાં વહેચાયેલ ભવિષ્ય લોકશાહી અને શાસન મા યુવા વિષયને લઈને મુખ્ય ઉદ્દેશ યુવાનો રાષ્ટ્ર નાં નિર્માણ માં પોતાનો યશ ફાળો આપે અને દેશ ને આગળ વધાવવા માટે આગળ આવે અને તેઓ એ યુવાનો ને આત્મનિર્ભર તથા રાષ્ટ્ર સેવા માં જોડવા માર્ગ ચિંધ્યો .

 

બ્રિજેશકુમાર પટેલ

પત્રકાર પ્રતિનિધિ, નેત્રંગ

[wptube id="1252022"]
Back to top button