JETPURRAJKOT

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પૂર્વ અંજલી ભાભી (નેહા મહેતા)એ કાગવડ ખોડલધામમાં દર્શન કર્યા

તા.૧૯ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

લેઉવા પટેલ સમાજના આસ્થાનું કેન્દ્ર ખોડલધામ મંદિર ખાતે આજે ટીવી શ્રેણી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ભૂતકાળમાં અંજલિ મહેતાનું પાત્ર ભજવી ચૂકેલા નેહા મહેતા આવી પહોંચ્યા હતા. ટ્રસ્ટ દ્વારા ખોડલધામ મંદિરના પરિસરમાં તેઓને વિઝિટ કરાવવામાં આવી હતી અને ખોડલધામ મંદિર વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લાનાં જેતપુર તાલુકા માં આવેલ કાગવડ શ્રી ખોડલધામ મંદિરમાં રોજિંદા મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે. વાર તહેવારમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો સેવા માટે આવી પહોંચે છે. ત્યારે ખોડલધામ મંદિર ખાતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં ભૂતકાળમાં અંજલિ મહેતાનું પાત્ર ભજવી ચૂકેલા (નેહા મહેતા) ખોડિયાર માતાજીના દર્શન કરવા આવી પહોંચ્યા હતા. ખોડલધામ મંદિરમાં ટ્રસ્ટી જીતુભાઇ વસોયાએ માતાજીનો ફોટો અને ખોડલધામનો ખેસ પહેરાવીને સન્માનિત કર્યા હતા અને ખોડલધામ સંસ્થા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button