
દેશમાં બાયો ફ્યૂલને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હવે સરકારે CNG અને PNGમાં બાયોગેસને ભેળવવાનો નિર્ણય લીધો છે.
કેન્દ્ર સરકારે કહ્યું છે કે, CNG અને PNGમાં બાયોગેસનું મિશ્રણ ફરજીયાત કરવાનું રહેશે. પેટ્રોલિયમ મંત્ર હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, 2028 સુધી તેને વધારીને 5 ટકા કરી દેવાશે. આ નિર્ણયથી અર્થવ્યવસ્થાને ફાયદો પહોંચશે. સાથે જ કંપ્રેસ્ડ બાયોગેસનું પ્રોડક્શન અને ખપત પણ વધશે. આ નિર્ણયને તબક્કાવાર લાગૂ કરાશે.
નેચરલ બાયોફ્યૂલ્સ કોઆર્ડિનેશન કમિટીની મીટિંગમાં નિર્ણય લેવાયો છે કે, સેન્ટ્રલ રિપોજિટરી બોડી બાયોગેસ મશ્રણની વ્યવસ્થાને મોનિટર કરશે. સાથે જ નક્કી ક,શે કે, તમામ જગ્યાએ આ નિયમનું પાલન થાય. આ નવી વ્યવસ્થા નાણાકીય વર્ષ 2025-26થી શરુ થશે. જોકે, ઓટોમોબાઈલ્સ અને ઘરોમાં તેનો ઉપયોગ એક ટકા મિશ્રણની સાથે શરૂ કરવામાં આવશે. પછી 2028 સુધી તે વધીને 5 ટકા કરી દેવાશે.
પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું કે, બાયોગેસનો ઉપયોગ વધારવા આ મહત્વપૂર્ણ નિર્ણય સાબિત થશે. તેનાથી બાયોગેસનુ ઉત્પાદન વધશે અને દેશનું LNG આયાત પણ ઓછી થશે. તેનાથી ન માત્ર દેશના લોકોની પાસે પૈસા જશે પરંતુ સરકારને પણ વિદેશી મુદ્રા બચાવવામાં સહયોગ મળશે. આ સરકાર તરફથી નેટ જીરો ઉત્સર્જનના લક્ષ્ય પ્રત્યે એક મજબૂત પહેલ છે.
હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, આ નિર્ણયથી 2028-29 સુધી લગભગ 750 બાયોગેસ પ્રોજેક્ટ બનશે. સાથે જ 37,500 કરોડ રૂપિયાનું રોકાણ પણ થશે. તેમણે જણાવ્યું કે, બેઠકમાં મકાઈથી ઈથેનોલનું ઉત્પાદન વધારવા પણ વિચાર કરાયો. કૃષિ વિભાગ અને ખાદ્ય એને સાર્વજનિક વિતરણ વિભાગે તેના પર સહમતિ પણ દર્શાવી છે. સરકારે 2027 સુધી ડોમેસ્ટિક ઉડાનો માટે એટીએફમાં એક ટકા અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે 2028 સુધી 2 ટકા ઈથેનોલ ભેળવવા પર સહમતિ દર્શાવી છે. પેટ્રોલમાં હાલ 10 ટકા ઈથેનોલ ભેળવવામાં આવી રહ્યું છે. ભવિષ્યમાં તેને 2030 સુધી 20 ટકા પર લઈ જવાની યોજના છે.