AHAVADANG

ડાંગ જિલ્લાનાં કવિ ડો.જયંતિલાલ બારીસને નવી દિલ્હી ખાતે કોહિનૂર એવૉર્ડ એનાયત કરાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ ડાંગ જીલ્લાનાં આદિવાસી લેખક,કવિ અને સાહિત્યકાર ડો.જયંતિલાલ બારીસને નવીદિલ્હી ખાતે કબીર કોહિનૂર એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો…આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન વાપીનાં પ્રોફેસર ડૉ. જયંતિ લાલ.બી.બારીસને ડો.બાબાસાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય હોલ નવી દિલ્હી ખાતે “કબીર કોહિનૂર એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો.ડાંગ જિલ્લાનાં કેશબંધ ગામ અને સુબિર તાલુકાના વતની એવા આદિવાસી કવિ,લેખક અને સાહિત્યકાર ડો.જયંતિલાલ. બી.બારીસ ને ન્યુ-દિલ્હી ખાતે તેમણે રાષ્ટ્રીય “કબીર કોહિનૂર” નો એવૉર્ડ આપી સન્માન કરવામાં આવ્યુ.ગુજરાત રાજ્યના છેવાડે આવેલો ડાંગ જિલ્લો તેના કુદરતી સૌંદર્ય ને કારણે જાણીતો છે.ઘટાદાર જંગલો સાથે ઉડતા પંખીઓનો કલરવ અને ખળ ખળ વહેતી નદીઓ તથા ઝરણાઓ મનને આંનદ વિભોર બનાવી દે છે.ડાંગ નાનકડો જિલ્લો હોવા છતાં ઘણા બધા ક્ષેત્રોમાં અલગ અલગ નામના ઉભી કરતા છુપા રત્ન ડાંગ ને ગૌરવ અપાવી રહ્યા છે. આજે સાહિત્ય પ્રેમી એવા યુવાન કવિ લેખક ,પ્રોફેસર અને હાલ આર. કે. દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપીમાં કાર્યરત અધ્યાપક ડૉ. જયંતિલાલ. બી.બારીસ કવિ ડાંગના અંતરિયાળ વિસ્તાર રહે કેશબંધનાં વતની છે. તેઓ ભારતીય સંસ્કૃતિ , હિન્દી સાહિત્ય અને ભાષા ને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રજ્વલિત કર્યા છે તેમના આજ સુધી 10 પુસ્તકો અને 35 આલેખ પ્રકાશિત થયા છે.આટલુ જ નહીં પરંતુ તેમણે આંતરરાષ્ટ્રીય લેવલ પર પાંચ (5) અને રાષ્ટ્રીય સ્તર પર છ (8) એવૉર્ડ પ્રાપ્ત કર્યાં છે. અને તેમનું સાહિત્ય જગતમાં ખુબજ અઢળક યોગદાન હોવાને કારણે અને આ સાહિત્ય જગત અને લેખક ના કલમ ને ધ્યાનમાં લઈને ન્યુ- દિલ્હી ખાતે ડો.જયંતિલાલ. બી.બારીસ ને રાષ્ટ્રીય “કબીર કોહિનૂર ” એવૉર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતુ.આ સાહીત્ય ક્ષેત્રના વિશિષ્ટ પ્રતિભા ધની એવા અધ્યાપક ડૉ.જયંતિલાલ.બી.બારીસ ,લેખક અને સાહિત્યકાર ની પ્રતિભા દર્શાવી હતી તેમની આ જ્વલંત સિદ્ધિ મેળવવા બદલ કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી.આર.ચૌધરી,ભારત સરકાર ,વિસ્વશાંતિદૂત ડો.લોકેશ મુનિજી મહારાજ, નિર્દેશક લંડન કૌશલ વિકાસ સંગઠન યુનાઇટેડ કિંગડમ ડો.પરિન સોમની સહીત ડાંગ જિલ્લાનાં વહીવટી તંત્રની ટીમે શુભેચ્છાઓ પાઠવી હતી..

[wptube id="1252022"]
Back to top button