BANASKANTHAKANKREJ

Banaskantha : ચાંગા ફાર્મ ખાતે પૂર્વપ્રદેશ પ્રમુખની હાજરીમાં સ્નેહમિલન યોજાયું

કાંકરેજ તાલુકાના ચાંગા ખાતે આવેલ મોતીજી ફાર્મ ખાતે ઈન્દિરા ગાંધીની જન્મજયંતી પ્રસંગે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ સાંસદની હાજરીમાં કાંકરેજ તાલુકા કોંગ્રેસ પાર્ટીનું સ્નેહ મિલન યોજાયું હતું તેમાં પૂર્વ વડા પ્રધાન સ્વર્ગસ્થ ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.વિશાળ જન સંખ્યામાં યોજાયેલ સ્નેહ મિલનમાં સવંત ૨૦૮૦ ના નવા વર્ષની શુભકામનાઓની આપલે કરાઈ હતી.કાંકરેજના ચાંગા ખાતે આવેલ મોતીજી ફાર્મ હાઉસ ખાતે પાટણના પૂર્વ સંસદ એવમ ગુજરાત પ્રદેશના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર ની અધ્યક્ષતામાં પાટણ,બનાસકાંઠા,ગાંધીનગર જિલ્લાના આગેવાનો સાથે પૂર્વ સાંસદ અલકાબેન ક્ષત્રિય,કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અમૃતજી ઠાકોર,વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર,કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર,સિદ્ધપુર ના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, નથાભાઈ પટેલ,જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ વાઘેલા, કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોપાલસિંહ સોલંકી, બનાસકાંઠા જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ભૂપતજી એન.મકવાણા, નિવૃત્ત પી.આઈ.બી.સી. ઠાકોર, બચૂજી ઠાકોર, ભચાભાઈ આહીર સહિત દરેક કાર્યકારોએ દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા ત્યારબાદ સભા સ્થળે ઉપસ્થિત રહેલા લોકોને નવા વર્ષની શુભકામના પાઠવી હતી.
નટવર.કે.પ્રજાપતિ,થરા

[wptube id="1252022"]
Back to top button