NANDODNARMADA

પ્રતિબંધીત કેફી પીણું બનાવવા ફેક્ટરી ભાડે આપનાર નાસતા ફરતા આરોપીને એલસીબી નર્મદાએ ઝડપી લીધો

પ્રતિબંધીત કેફી પીણું બનાવવા ફેક્ટરી ભાડે આપનાર નાસતા ફરતા આરોપીને એલસીબી નર્મદાએ ઝડપી લીધો

 

એકવર્ષથી ગુનાના કામે નાસતો ફરતો આરોપી સાગબારા પો.સ્ટે. વિસ્તારમાંથી ઝડપાઈ ગયો

 

રાજપીપલા : જુનેદ ખત્રી

થોડા સમય અગાઉ ગુજરાત રાજયમાં પ્રતિબંધીત આયુર્વેદિક સીરપ નો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડયો હતો અને રાજકોટ શહેર માં ગુનો દાખલ થયો હતો આ ગુનામાં આયુર્વેદિક સીરપ બનાવવા ફેક્ટરી ભાડે આપનાર માલિક ગુનાના કામે નાસતો ફરતો હતો ત્યારે આજે નર્મદા જિલ્લા એલસીબીએ આરોપી અનિલ સુરેશભાઇ પાટીલ (ચૌધરી) રહે. ખાપર નારાયણ દાદાનગર, તા.અક્કલકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) ને સાગબારા પો.સ્ટે. વિસ્તારમાંથી ઝડપી લીધો છે આરોપી સાગબારા ખાપર હાઇવે ઉપર દિપક સુગર ફેક્ટરી નજીક રોડ ઉપર કોઇ વાહનની રાહ જોઇ ઉભો હતો તેને ઝડપી લઇ સાગબારા પો.સ્ટે.ને સોંપી આગળની વધુ તપાસ અર્થે રાજકોટ શહેર એલ.સી.બી.પો.સ્ટે.ને જાણ કરવા જરૂરી કાર્યવાહી કરવામાં આવી

[wptube id="1252022"]
Back to top button