
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- નવસારી/ડાંગ
નવસારી તથા ડાંગ જિલ્લાના ખેડૂત ખાતેદારો માટે વાંસદા ખાતે જમીન ચકાસણી પ્રયોગશાળા કાર્યરત છે. જેમાં માટી તથા પાણીના નમુનાનું પૃથ્થકરણ કરવાની કામગીરી કરવામાં આવે છે. જે કોઇ ખેડુત ખાતેદાર પોતાના ખેતરની માટી તેમજ પાણીના નમુનાનું પૃથ્થકરણ કરાવવા માંગતા હોય તેવા ખેડૂતોએ પોતાના ખેતરમાંથી માટી અને પાણીનો નમુનો એકત્રિત કરી મદદનીશ ખેતી નિયામકશ્રી, જમીન ચકાસણી પ્રયોગશાળા, જકાતનાકાની સામે, વાંસદા-ચીખલી રોડ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની બાજુમાં, વાંસદા ખાતે પહોંચતા કરવાના રહેશે. માટી અને પાણીના નમુનાની સરકારના પ્રવર્તમાન ધારાધોરણ મુજબની ફી. રૂ. ૧૫/- પ્રતિ નમુના લેખે ચલણથી બેન્કમાં ભરવાના રહેશે. જમીનના નમુના લેવાની પધ્ધતિ અને બાબતોની સંપૂર્ણ વિગતો માટે ગ્રામ્યકક્ષાએ ગ્રામસેવક અને તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી(ખેતી)નો સંપર્ક કરવા મદદનીશ ખેતી નિયામક જમીન ચકાસણી પ્રયોગશાળા, વાંસદાની યાદીમાં જણાવ્યું છે.



