ચંદ્રગ્રહણને લઈ સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં સાયં આરતી બંધ રહેશે,
તા.28/10/2023 શનિવાર ના ચંદ્રગ્રહણને લઇ, શ્રી સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં ગ્રહણના વેધ સ્પર્શ થી મોક્ષ સુધી નિયમિત થતી પૂજાઓ, આરતી સહિતનો ઉપક્રમ સ્થગીત રહેશે. તા.28 ઓકટોબર નું ચંદ્રગ્રહણ પ્રભાસ ક્ષેત્રને સ્પર્ષતુ હોવાથી પાળવું શાસ્ત્રોક્ત રીતે આવશ્યક હોય, સોમનાથના સ્થાનીક સમય પ્રમાણે નિચે મુજબ સમયે ગ્રહણન નો વેધ-સ્પર્ષ-મધ્ય-મોક્ષ વિગેરે થાય છે.
ચંદ્રગ્રહણને અનુલક્ષીને તા.28/10/2023 ટ્રસ્ટના સોમનાથ મંદિર સહિતના મંદિરોમાં મધ્યાહ્ન આરતી પછી દરેક પુજા ક્રમ બંધ રહેશે. સાથે જ સાયં આરતી, ગંગાજળ અભિષેક, બિલ્વપૂજા, ધ્વજાપૂજા, સોમેશ્વર મહાપૂજન, યજ્ઞો સહિતની તમામ પૂજાઓ બંધ રહેશે. સોમનાથ મંદિર પરીસરમાં દરમાસની પુર્ણીમાંએ યોજાતા સુંદરકાંડપાઠ નિયત સમયે સાંજે 5-30 વાગ્યે પ્રારંભ થશે. તા.29/10/2023 ના તમામ મંદિરો તેના નિયત સમયે ખુલશે. ગ્રહણ મોક્ષ તા.29 ઓકટોબર ના મધ્યરાત્રી એ થતો હોવાથી, પ્રાતઃમહાપૂજન સવારે 6:10 કલાકે, પ્રાત:આરતી સવારે 7:00 કલાકે નિયત સમય અનુસાર કરવામાં આવશે.ચંદ્ર ગ્રહણના રોજ શ્રી સોમનાથ મંદિર દર્શનનો સમય પ્રાતઃ 6-00 થી રાત્રીના 10-00 સુધીનો રહેશે. ગ્રહણ નો પુણ્યકાળ ગ્રહણ સ્પર્શ થી ગ્રહણ મોક્ષ સુધી રહેશે.
વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાક ગીર સોમનાથ










