
દિલ્હીમાં પહેલીવાર આમ આદમી પાર્ટીએ મેયરપદ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. આજે થયેલા વોટિંગમાં આપની શૈલી ઓબેરોયે ભાજપની રેખા ગુપ્તાને હરાવી છે. ચૂંટણીમાં કુલ 241 કોર્પોરેટરોએ વોટિંગ કર્યું. જેમાં 9 કોંગ્રેસી કોર્પોરેટરોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ત્રણવાર ચૂંટણી ટળ્યા પછી સિવિક સેન્ટરમાં આજે સવારે 11.20 વાગે મતદાન શરૂ થયું હતું. જેમાં 2 કલાકથી વધુ સમય લાગ્યો.
આજે પણ સવારે 11 વાગે સિવિક સેન્ટરમાં હંગામા જેવી પરિસ્થિતિ જોવા મળી. AAP કાઉન્સલરોનો પોલીસ સાથે થોડો વિવાદ પણ થયો. આપ સદનમાં બીજેપી વિધાયક વિજેન્દ્ર ગુપ્તાની એન્ટ્રીનો વિરોધ કરી રહ્યા હતા. હંગામાની શક્યતાને જોતા સદનમાં સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી. સદનમાં SSB જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

[wptube id="1252022"]









