ગુજરાત માં નવું પક્ષી; પાવાગઢ વડાતળાવમાં ‘રાખોડી શિર ટીટોડી’ જોવા મળી, પક્ષીવિદો અને વન્યજીવ રસિકો માટે ખુશીના સમાચાર

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૬.૨.૨૦૨૪
પંચમહાલના પાવાગઢ નજીક આવેલા વડાતળાવ માં પક્ષીઓ ની ફોટોગ્રાફી કરી રહેલા ઘોઘંબા વિસ્તરણ રેન્જ ઓફિસરે તેમના કેમેરામાં નવા પક્ષી ની તસવીરો કેદ કરી હતી. ‘રાખોડી શિર ટીટોડી’ નામ ની ટીટોડી ગુજરાત માં પહેલી વાર જોવા મળી છે. જે પક્ષીવિદો અને વન્યજીવ રસિકો માટે ખુશીના સમાચાર છે.વનસ્પતિ અને વન્ય જીવોથી સમૃદ્ધ પંચમહાલ જિલ્લાના નયનરમ્ય જંગલો અહીં કુદરતે વેરેલા પ્રાકૃતિક સૌંદર્ય ને કારણે અનેક પ્રવાસીઓ, પક્ષીવિદો અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યા છે. ગુજરાત વન વિભાગ દ્વારા પણ આ જંગલો ને સુરક્ષિત રાખવા અને અહીં ના જંગલો ની સુંદરતામાં વન્ય જીવો સુરક્ષિત રહે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવતા હોય છે.એટલે જ અહીં એક સમયે રીંછ અને દીપડાઓ ના આરક્ષિત જંગલો જાહેર કરવામાં આવ્યા હતા.અત્રે ડુંગરો થી ઘેરાયેલા ઔષધિય, ફળાઉ વનરાજી અને દુર્લભ વનસ્પતિઓ તેમજ જૈવ વૈવિધ્યથી ભરપૂર જંગલો માં રીંછ, દીપડા, ઝરખ, ચૌશિંગા, વણીયર જેવા અનેક પ્રાણીઓ અને વિવિધ પક્ષીઓથી જોવા મળે છે. ત્યારે 11 ફેબ્રુઆરી’24 ના રવિવારે પાવાગઢ નજીક આવેલા વડાતળાવ ખાતે પક્ષીદર્શન અને ફોટોગ્રાફી કરી રહેલા ઘોઘંબા વિસ્તરણ રેન્જ ના ફોરેસ્ટ ઓફિસર જયેશ દુમડિયા ના કેમેરામાં gray headed lapwing એટલે કે ‘રાખોડી શિર ટીટોડી’ કેદ થઈ હતી.જયેશ દુમડિયા સાંજે તેમાં સ્ટાફ સાથે ‘કાદવ ખૂંદનારા’ પક્ષીઓ જેવા કે મોટો બગલો, ફાટી ચાંચ ઢોંક, ચમચા, તુતવારી, તેજપર વગેરેના ફોટો ખેંચતા હતા.તે દરમ્યાન દૂરથી તેમને godwids એટલે કે ‘ગડેરો’ જેવું પક્ષી દેખાતા એની કેટલીક તસવીરો લેતા તે ટીટોડી હતી. પરંતુ સામાન્ય અહીં જોવા મળતી ટીટોડી થી કાઈ જુદી જ હોવાથી એટલે તેમણે કેટલીક વધુ તસવીરો લીધી હતી.Godwits સામાન્ય અલાસ્કા નું પક્ષી છે. તે શિયાળા માં અને ઉનાળામાં પ્રવાસ કરે છે અને ખાસ ન્યુઝીલેન્ડ સુધી ન લાંબા પવાસ કરે છે. ઓક્ટોબર 22 માં એક પાંચ મહિનાના ‘ગડેરો’ એ અલાસ્કા થી તાસ્માનિયા સુધી નો 13,500 km નો પ્રવાસ 11 દિવસમાં નોન સ્ટોપ ઉડીને કર્યો હતો.જે ટ્રેક કરવામાં આવ્યો હતો. આ પક્ષી તેના લાંબા અને સતત ઉડાન ભરવાને કારણે જાણીતું છે. જેની નોંધ લેવા જતા અહીં નવી ટીટોડી જોવા મળી આવી હતી.દુમડિયા એ કહ્યું કે સાંજ નો સમય હતો એટલે તે સચેત હતી. ટીટોડી એ પણ મને જોઈ લીધો હતો મે વધુ નજીક જવાનો પ્રયાસ કર્યો.ત્યારે તે વધુ અંતર બનવી ને બેસી ગઈ હતી.તે સચેત હતી સતત મારા ઉપર નજર બનાવી રાખી હતી.આપણી અહીંની ટીટોડીઓ જેટલી સહજ રીતે માણસ નજીક આવે તેમ આ ટીટોડી નહોતી આવતી. થોડૂં વધુ અંતર જાળવતી હતી. ધીમેધીમે નજીક જવાનો પ્રયત્ન કરતાં અન્ય બતકો, તુતવારી, ગોડવીટ વગેરેના ટોળા પણ ઉડયા સાથે આ ટીટોડી પણ ઉડીને જતી રહી. અહીં ની ટીટોડી સામાન્ય બે જોડી માં જોવા મળે છે જ્યારે આ એક જ પક્ષી હતું. આજુબાજુ માં આવું બીજું પક્ષી જોવા મળ્યું ન હતું.આ પક્ષી વિશે ઓફિસરે તપાસ કરતા તે મૂળ ચીન, જાપાન, મંગોલીયા બાજુ વસવાટ કરતું પક્ષી હોવાનું અને શિયાળામાં ભારતના કેટલાક રાજ્યો માં તેમજ શ્રીલંકા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં મહેમાન બનતું પક્ષી અને જે ગુજરાતમાં પ્રથમ વખત પુરાવા સાથે નોંધાયું હોવાની વિગતો આપી હતી.