NATIONAL

6 દીકરીઓના પિતાએ 65 વર્ષની વયે 24 વર્ષની મહિલા સાથે કર્યા લગ્ન

નવી દિલ્હી, તા. 6 ફેબ્રુઆરી, 2023, સોમવાર

મોટી વયે લગ્ન કરવા સંબંધિત અનેક અહેવાલો તમે સાંભળ્યા હશે પરંતુ યુપીના બારાબંકીના આ લગ્ન વિશે કદાચ તમે નહીં સાંભળ્યું હોય. અહીં બારાબંકીમાં એક 65 વર્ષના વૃદ્ધ વ્યક્તિએ તેમની વય કરતાં પણ 41 વર્ષ નાની છોકરી સાથે લગ્ન કર્યા હતા. જેની ચર્ચા સમગ્ર વિસ્તારમાં થઇ રહી છે.

આ વૃદ્ધનું નામ નક્છેદ

આ વૃદ્ધનું નામ નક્છેદ છે અને તેમની પત્નીના મૃત્યુ પછી તેઓ એકલા પડી ગયા હતા. જોકે છેવટે તેમણે પરિવારની સંમતિથી બીજા લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. તેમની પહેલેથી 6 દીકરીઓ છે. જોકે હવે તેમની જે નવી પત્ની આવી છે તેની વય પણ માત્ર 24 વર્ષની જ છે.

65 વર્ષની ઉંમરે કર્યા લગ્ન

આ લગ્ન સમારોહ દરમિયાન ખુદ 65 વર્ષીય યુદ્ધ એટલી હદે ખુશખુશાલ થઈ ગયા હતા કે તેઓ પોતે જ આ સમારોહમાં ઝૂમી ઊઠ્યા હતા. તેમણે અનેકવાર ઠુમકા પણ માર્યા હતા. આ ઘટના જામીન હુસૈનપુર ગામની છે. લગ્નમાં 50 જેટલા જાનૈયાઓ સામેલ થયા હતા.  આ લગ્ન રુદૌલીના કામાખ્યા દેવી મંદિરમાં હિંદુ રીતિ-રીવાજો મુજબ થયા હતા.

[wptube id="1252022"]
Back to top button