સૂર્ય શક્તિ ઉર્જા થી પિયત કરતા ૧૧ K.V મોટા ફોફળીયા નો વિવાદ શિનોર પોલીસ મથક સુધી પહોંચ્યો…અમદાવાદ ની સહજ સોલાર કંપની વિરુદ્ધ ફરિયાદ

શિનોર તાલુકા માં, ૧૧ KV મોટા ફોફળીયા/ઝાન્ઝડ અંતર્ગત ૬૩ જેટલા ખેડૂતો, સુર્ય શક્તિ ઉર્જા થી ખેતી ના પિયત માટે,સોલાર સ્કાય મીટર યોજના માં જોડાયા હતા.. આ યોજના માટે, વર્ષ ૨૦૧૯ માં MGVCL,અમલીકરણ સંસ્થા અને ખેડૂતો વચ્ચે થયેલા ત્રિપક્ષીય કરાર મુજબ, ખેડૂતો ને ૬૫% સબસીડી ચૂકવવા ના સ્થાને ૩૦% સબસીડી ચૂકવાતા,આ અંગે અનેક રજૂઆતો કરવા છતાં, પરિણામ શૂન્ય રહ્યું, ઉપરથી MGVCL ધ્વારા આ તમામ જોડાણ કાપી નંખાતા, રોષે ભરાયેલા ખેડૂતો એ શિનોર MGVCL કચેરી એ પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી..અને ગુરુવારે આ સમગ્ર મામલો શિનોર પોલીસ મથકે પહોંચી,૬૩ ખેડૂતો ની,૧૧KV મોટા ફોફળીયા/ઝાન્ઝડ SKYફીડર, સંચાલન સમિતિ એ, અમદાવાદ ની સહજ સોલાર પ્રાઇવેટ લિમિટેડ કંપની વિરુદ્ધ, કંપની એ સત્તા નો દૂર ઉપયોગ કરી, વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી કરી, ખેડૂતો ને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું હોવાની ફરીયાદ નોંધાવી છે
ઉલ્લેખનીય છે કે ૧૧K.V મોટા ફોફળીયા/ઝાન્ઝડ SKY ફીડર સંચાલન સમિતિ એ,શિનોર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં કંપની ના જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી છે..
ફૈઝ ખત્રી..શિનોર