વાત્સલ્યમ્ સમાચાર ના રિપોર્ટર સુભાષભાઈ વ્યાસ ને એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા

દાંતા તાલુકાના પ્રકૃતિના સાંનિધ્યમાં અંતરિયાળ અને આદિજાતિ વિસ્તારમાં આવેલી સંસ્થા રિહેન એચ. મહેતા વિદ્યાલય, માંકડી. આ શાળામાં શ્રી કિશનચંદ ટેકચંદ પરિવાર,ખેડબ્રહ્મા ના સૌજન્યથી પ્રકૃતિ મિત્ર એવોર્ડ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો.. જેમાં સમગ્ર ગુજરાતમાંથી પસંદ કરેલા શિક્ષકો, ખેડૂતો,સંસ્થાઓ કે અન્ય વ્યક્તિઓ કે જેઓ પર્યાવરણ સંરક્ષણ અને અબોલ જીવ સેવાનું કામ કરે છે તેવા કુલ 75 પ્રકૃતિ મિત્રોનું પ્રકૃતિ મિત્ર એવોર્ડ થકી ભવ્ય સન્માન કરવામાં આવેલ..જેમાં દરેકને સન્માન પત્ર, ચાંદી નો સિક્કો અને અન્ય ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના તમામ બાળકોને પણ ભેટ આપવામાં આવી હતી.આ કાર્યક્રમ માં આ સંસ્થા અંતગર્ત સંસ્થા સાથેના વિષય પર સંલગ્ન એવા પત્રકાર મિત્રો ને વિશિષ્ઠ સન્માન થી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં વાત્સલ્યમ્ સમાચાર’ના શિક્ષણપ્રેમી પત્રકાર સુભાષભાઈ વ્યાસ, પાલનપુર, બનાસકાંઠા ના પત્રકાર તરીકે પ્રકૃતિ મિત્ર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.જેમણે વાત્સલ્ય પરિવાર નું ગૌરવ વધારેલ છે.વિશેષ આ
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ શ્રીડૉ.નરેન્દ્રસિંહચાવડા , મામલદાર શ્રીમતી હંસાબેન રાવલ,કે.ટી.પરિવાર ખેડબ્રહ્માના શ્રી રાજાભાઈ ચાવલા ,વાહ સંસ્થા ના શ્રી પ્રફુલભાઈ અમીન, બનાસકાંઠા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ શ્રી નાનજીભાઈ ખરસાણ અને મહામંત્રી શ્રી જયેશભાઈ જોષી તેમજ સંસ્થાના પ્રમુખશ્રી મંગુભાઈ પ્રજાપતિ અનેમંત્રીશ્રીગોવિંદભાઈ પ્રજાપતિ ની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના આચાર્યશ્રી ડૉ.રાકેશ કે.પ્રજાપતિ એ સમગ્ર શાળા પરિવારનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો.




