
ઉત્તરપ્રદેશના બારાબંકીમાં શાળાએથી ઘરે પરત ફરી રહેલી 11 વર્ષની બાળકીને તેના કાકાએ જંગલમાં લઈ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતા પુત્રી સાથે પિતા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આરોપી કાકાની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ, સુબેહા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં રહેતો એક પુરુષ તેની 11 વર્ષની પુત્રીના એડમિશન માટે માટે સ્કૂલ ગયો હતો.
દરમિયાન યુવતીનો કાકો પણ ત્યાં પહોંચી ગયો હતો. શાળામાં એડમિશનની પ્રક્રિયા બાદ પિતાએ પુત્રીને તેના કાકા સાથે ઘરે મોકલી દીધી. કાકા તેની ભત્રીજી સાથે બાઇક પરથી પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં તે તેને જંગલમાં લઈ ગયો. અહીં તેણે તેની ભત્રીજી પર બળાત્કાર કર્યો હતો અને કોઈને જાણ ન કરવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
11 વર્ષીય પીડિતા ભયના કારણે ચૂપ રહી હતી, પણ રાત્રે અચાનક તેની તબિયત બગડી જતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. માતાએ પૂછતાં તેણે આખી વાત કહી. ત્યરાબાદ પિતા પીડિતાની પુત્રીને લઈને સુબેહા પોલીસ સ્ટેશન પહોંચ્યા. પોલીસે પિતાની ફરિયાદના આધારે આરોપી કાકા સામે ગુનો નોંધ્યો છે. સાથે જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.










