GUJARATHALOLPANCHMAHAL

હાલોલ 181 અભયમ ટીમે પરિવારથી વિખૂટા પડેલી મહિલાને પરિવાર સાથે મિલન કરાવ્યું.

રિપોર્ટર.કાદીર દાઢી.હાલોલ

તા.૩૧.૧૨.૨૦૨૩

હાલોલ નજીકના સીટી વિસ્તારમાંથી એક જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ માં ફોન આવેલ હતો.હાલોલ અભયમ ટીમે સમય મર્યાદામાં મહિલા સુધી પહોંચીને મહિલાને જરૂરી મદદ કરી હતી.181 અભયમ હાલોલ કાઉન્સેલર મઘુબેન રાઠવા દ્વારા સાંત્વનાપૂર્વક વાતચીત કરી હતી.તેમાં જાણ્યું હતું કે મમ્મી પપ્પા હાલોલમાં રહે છે મમ્મી તેને કપડા ધોવાના પાયા વડે માર મરેલ અને ઘરમાં મમ્મીનું ટોર્ચર છે અવાર નવાર તેમના પર હાથ ઉપાડી લે છે તે કંટાળીને ઘરની બહાર નીકળી ગયા હતા.પરંતુ સરનામું ખબર નથી .તેમનું ગામ શિવરાજપુર પાસે આવેલ નાની રણભેટ ગામ જણાવેલ છે તે ધાબાડુંગરી જતા રસ્તો ભૂલી જતા ભૂલા પડ્યા હતા.ટીમે વાતચિત કરતા ફક્ત ગામનું નામ મળ્યું હતું.જેથી ટીમે ઘણી મહેનત કરી તેમના પરિવારને શોધવામાં સફળતા મળી હતી.મહિલા ને થોડી માનસિક સ્થિતિ પણ સારી ન હતી.ઘરમાં મમ્મી પપ્પા તેની કાળજી લેતા નથી અભયમ ટીમ દ્વારા પરીવારને તેમની કાળજી લેવા અને હોસ્પિટલ સારવાર કરાવવા ટકોર કરી હતી.મહિલાના માતા-પિતાને માનસિક અને બિમાર દીકરીની કાળજી લેવાની તમારી કાયદાકીય અને સામાજિક જવાબદારી છે જેના વિશે સમજ આપી હતી.ત્યાર બાદ તેમના પરિવારે હવે પછી તેની કાળજી રાખીશું તેની ખાત્રી આપી હતી.

[wptube id="1252022"]
Back to top button