
નવી દિલ્હી,
લોકસભામાં આજે ભાજપ સાંસદે વિવાદાસ્પદ નિવેદન આપી મોટો વિવાદ સર્જ્યો છે, એટલું જ નહીં તેમની પાછળ બેઠેલા ભાજપના 2 દિગ્ગજ નેતાઓ પણ વિવાદાસ્પદ નિવેદન પર હસતા જોવા મળતા વિપક્ષનો પારો સાતમા આસમાને પહોંચી ગયો છે. ભાજપ સાંસદ રમેશ બિધૂડીએ ધમકી સાથે અપશબ્દો બોલતા વિપક્ષે ભાજપ પર હલ્લાબોલ કરી દીધું છે. કોંગ્રેસથી લઈને TMC અને AAPએ બિધૂડીનો આકરો વિરોધ કરી ભાજપને આડે હાથ લીધું છે. તમામ વિપક્ષી સાંસદોએ લોકસભા સ્પીકરને રમેશ બિધૂડી સામે આકરી કાર્યવાહી કરવા માંગ કરી છે.
લોકસભાની કાર્યવાહી દરમિયાન ભાજપ સાંસદ રમેશ બિધૂડીએ બહુજન સમાજવાદી પાર્ટી (BSP)ના સાંસદ દાનિશ અલીને ધમકી સાથે અપશબ્દો બોલ્યા. બિધૂડી સંસદના ઈતિહાસમાં ભાગ્યે જ બોલાયા હોય તેવા શબ્દો બોલ્યા.તેમણે દાનિસ અલીને ઉગ્રવાદી પણ કહ્યા. ઉપરાંત કેટલાક એવા શબ્દો પણ બોલ્યા, જે અમે તમને જણાવી શકતા નથી.
ભાજપ સાંસદ રમેશ બિધૂડીના નિવેદન મામલે વિપક્ષનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે અને ભાજપને ઘેરવાનું શરૂ કરી દીધું છે. જયરામ રમેશ, મનોજ ઝાથી લઈને પ્રિયંકા ચતુર્વેદી જેવા નેતાઓએ ભાજપ પર હલ્લાબોલ શરૂ કરી દીધું છે. તેમણે રમેશ બિધુરી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે રમેશ બિધૂડી ઉપરાંત ભાજપના 2 દિગ્ગજ નેતાઓ પર આકરા પ્રહારો કર્યા છે. જ્યારે રમેશ બિધૂડી લોકસભામાં વિવાદાસ્પદ નિવેદન કરી રહ્યા હતા, ત્યારે ભાજપના 2 દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદ અને ડૉ.હર્ષવર્ધન હસતા જોવા મળ્યા હતા, જેને લઈને જયરામ રમેશે આકરી ટીકા કરી છે.
PM मोदी, क्या आपने अपने सांसद रमेश बिधूड़ी का ये बयान सुना?
वो एक दूसरे सांसद को उनके धर्म के आधार पर ऐसी गालियां दे रहे हैं जो यहां लिखी नहीं जा सकतीं।
पूरा विश्वास है आपने सुना ही होगा, और अब आप इनका प्रमोशन जरूर करेंगे। pic.twitter.com/vckXA0pBIp
— Congress (@INCIndia) September 22, 2023









