
નાયતા ખાતે નાથાભાઈ પ્રજાપતિ ના નિવાસસ્થાને શ્રી સમાલ પરગણા પ્રજાપતિ સમાજ ની જનરલસભા રવિવારના રોજ સવારે મળી દીપપ્રાગટય કરી ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત બાદ પરગણામાં આવતા દરેક ગામોના આગેવાનોનો સંપર્ક શિક્ષણ તથા સમાજ ઉપયોગી અનેક કર્યો કરવા ચર્ચા વિચારણાઓ કરવામાં આવેલ ત્યારબાદ નવીન કારોબારીની નિમણુંક કરવામાં આવી હતી જેમાં પ્રમુખ નાથાભાઈ આર. પ્રજાપતિ નાયતા,ઉપપ્રમુખ રમેશભાઈ એસ.વડલી,ઉપપ્રમુખ અમરતભાઈ વી.પ્રજાપતિ કાંસા, મંત્રી વિરચંદભાઈ એમ.પ્રજાપતિ- સરીયદ,સહમંત્રી જયંતિભાઈ વી.પ્રજાપતિ-પાટણ,સહમંત્રી વિરચંદભાઈ એમ.પ્રજાપતિ -મોરપા,ખજાનચી
દશરથભાઈ એન.પ્રજાપતિ-બાલવા,આંતરિક ઓડિટર નરોતમભાઈ બી. પ્રજાપતિ-સરીયદ,શિક્ષણ સમિતિમાં કન્વિનર રૂગનાથભાઈ એ.પ્રજાપતિ-સરીયદ,સભ્ય નારણભાઈ એ.પ્રજાપતિ-સરીયદ, શાંતિલાલ એસ.પ્રજાપતિ-પાટણ, પરાગભાઈ એમ.પ્રજાપતિ- સરીયદ,ગંગારામભાઈ કે. પ્રજાપતિ-જામઠા,પ્રવીણભાઈ ટી. પ્રજાપતિ-સરીયદ,દશરથભાઈ ડી. પ્રજાપતિ-કાંસા ની નિમણુંક કરવામાં આવી હતી.પ્રમુખ, ઉપપ્રમુખ,મંત્રી તેમજ શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણના પ્રમુખ શાંતિલાલ એસ.પ્રજાપતિને ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.કાર્યક્રમનું સંચાલન પ્રવીણભાઈ પ્રજાપતિએ જ્યારે આભાર વિધિ રૂગનાથભાઈ એ.પ્રજાપતિએ કરી હતી.ભોજન પ્રસાદ નાથાભાઈ રણછોડભાઈ પ્રજાપતિ તરફથી આપવામાં આવ્યો હતો.
નટવર.કે.પ્રજાપતિ,થરા




