કાલોલ તાલુકાની ડેરોલ સ્ટેશન વિકાસ મંડળ સંચાલિત ઇન્દિરા બાલમંદિર ખાતે વાર્ષિકોત્સવ યોજાયો

તારીખ ૧ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાની ડેરોલ સ્ટેશન વિકાસ મંડળ સંચાલિત ઇન્દિરા બાલમંદિર અને શ્રી પી કે હાઈસ્કૂલના પૂર્વ પ્રાથમિક એક થી પાંચ નો વાર્ષિકોત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં બાલમંદિરના ભૂલકાઓ અને ધોરણ એક થી પાંચ ના વિદ્યાર્થીઓ દ્વારા જુદી જુદી કૃતિઓ રજૂ કરવામાં આવી.નાના ભૂલકાઓનુ નૃત્ય ખૂબ જ આકર્ષક બની રહ્યું. સાથે સાથે બાલમંદિરમાં જુદી જુદી સ્પર્ધામાં જુનિયર કેજી અને સિનિયર કેજી માં પ્રથમ દ્વિતીય આવેલ બાળકોને પ્રમાણપત્ર અને ઇનામો આપવામાં આવ્યા હતા આજનો આ બાલમંદિર અને પૂર્વ પ્રાથમિકનો વાર્ષિકોત્સવ ખૂબ જ સફળ રહ્યો હતો વિદ્યાર્થીઓએ ખૂબ સરસ રીતે પોતાનું પરફોર્મન્સ રજૂ કર્યુ હતું જેમાં મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમ ખૂબ જ આનંદમય બની રહ્યો. બાલમંદિરની શિક્ષિકાઓ અને ધોરણ એક થી પાંચ ની બહેનો અને ભાઈઓને શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉચ્ચતર માધ્યમિક વિભાગના એચ.કે. પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું.










