MORBI:મોરબીના લાલપર ગામ નજીક ગોડાઉન માંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી સ્ટેટ મોનીટરીંગ સેલ

MORBI:મોરબીના લાલપર ગામ નજીક ગોડાઉન માંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી સ્ટેટ મોનીટરીંગ સેલ

(Box)જીમિત પટેલે સાત મહિનાથી ગોડાઉન ભાડે રાખ્યું હતુંઃ મોડી રાત્રે એસએમસીનો દરોડોઃ રાજસ્થાનના ભરત મારવાડીનું નામ ખુલ્યું : વાહન જપ્તઃ હળવદ, વાંકાનેર, ચોટીલામાં પણ માલ મોકલતો હતો : ૧૦ આરોપી પકડાયા

મોરબી લાલપર એસ્ટેટની અંદર આવેલ શ્રીરામ નામના ગોડાઉનમાંથી લાખોની કિંમતનો જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂ, ટ્રક, બોલેરો અને કાર મળી કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત..
મોરબીના લાલપર ગામ નજીક આવેલ ગોડાઉનમાં રેડ કરીને દોઢ કરોડથી વધુનો દારૂ ઝડપી પાડી ૧૦ આરોપીઓ સામે કાર્યવાહી કરી છે લોકસભાની ચુંટણી નજીક આવેલ રહી છે તો ગણતરીના દિવસોમાં હોળી-ધૂળેટીનો તહેવાર પણ આવી રહ્યો છે ત્યારે બુટલેગરો બેફામ બનીને નશીલા પ્રવાહીનું વેચાણ કરતા હોય છે તો નશાના હાવી લોકોના રંગમાં ભંગ એસ એમ સી ની ટીમે પાડ્યો હતો જેમાં એસ એમ સી ની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન એક દારૂ ભરેલ બોલેરો નજરે ચડી હતી જેનો પીછો કરતા કરતા એસ એમ સી ની ટીમ મોરબીના લાલપર ગામ નજીક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેઅલ શ્રી રામ નામના ગોડાઉનમાં પહોચી હતી અને દર્શ્યો જોઇને અચંબિત પામી હતી જ્યાં ટ્રક, બોલેરો, કાર સહિતના સાત જેટલા વાહનોમાં દારૂની કટિંગ ચાલતું હતું જ્યાં દારૂના જથ્થાની ગણતરી કરતા ૬૧,૧૫૨ બોટલ કીમત રૂ.૧,૫૧,૧૦,૩૪૦ નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો તો સાથે સાત વાહન, ૧૦ મોબાઈલ અને કેશિયર પાસેથી 2.50 લાખ એમ કુલ મુદામાલ કીમત રૂ.૨,૨૦,૯૦,૪૪૦ નો મુદામાલ કબજે કરી કચ્છના રહેવસી અને કેશિયર રમેશભાઈ પુજાભાઈ પટણી, રાજસ્થાનના રહેવાસી ખીયારામ ઇલીયાસ ખીવરાજ, મોરબીના લાલપર ગામ નજીક રહેતા ગંગાપ્રસાદ રામપ્રતાપ કેવટ, હળવદના માથક ગામનો રહેવાસી મુકેશભાઈ માલાભાઈ ગમારા, જગ્સીન હરીલાલ કેવટ, શીવાકરણ નર્મદાપ્રસાદ કેવટ, આકાશ સત્યનારાયણ કેવટ, સતેન્દ્રકુમાર રામમિલન કેવટ,વિનોદકુમાર દુર્જ્નલાલ કેવટ અને રવિ શંકર કેવટ રહે-બધા મધ્યપ્રદેશ ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે તો મુખ્ય આરોપી ગોડાઉન સંચાલક જીમિત શંકરભાઈ પટેલ રહે અમદાવાદ, ભરતભાઈ મારવાડી રહે-રાજસ્થાન, રાજારામ મારવાડી એમ ત્રણ મુખ્ય આરોપીઓ હાજર મળી આવ્યા ના હતા તો માલ મોકલનાર ઉમેશભાઈ બેનીવાલ રહે-રાજસ્થાન, RJ 19 GE 5828 ના માલિક,Gj 01 JT 7821 ના માલિક,Gj 19 ad 1950ના માલિક,GJ 36 V 7590 ના માલિક, GJ 01 FC 7427 ના માલિક, મેહુલભાઈ રહે-રાજકોટ અને રાજુભાઈ મુસ્લિમ રહે-હળવદ વાળાને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે તેમજ ગોડાઉન માલિક ભવાનીસિંગ એ આરોપી જીમિત શંકરલાલ પટેલને પાંચ મહિના પહેલા ભાડે ગોડાઉન ભાડે આપ્યું હતું તો રાજસ્થાન થી ભરત મારવાડી અને રાજારામ મારવાડી માલ મોકલવતા હતા અને દર અઠવાડિયે બે ગાડીનું કટિંગ કરીને મોરબી, હળવદ, થાન, ચોટીલા અને વાંકાનેર માં દારૂ મોકલવામાં આવતો હોવાનો ખુલાસો થયો હતો.તો ફૂટના બોક્સ અને મીઠાની આડમાં દારૂ મોરબી સુધી પહોચાડવામાં આવ્યો હોવાની કબુલાત આપી હતી










