સંતરામપુરના નર્સિંગપુર ગામે આવેલ હોન્ડા શોરૂમમાં આગ લાગતા કરોડોનો સામાન બળીને ખાખ

અમિન કોઠારી/સંતરામપુર:
સંતરામપુર શહેરમાં આવેલા કોલેજ રોડ ખાતેના ગાંધી મોટર્સ નામના હોન્ડા બાઇક શો રૂમમાં ગઈકાલે રાત્રે ભીંષણ આગ ભભૂકતા આશરે 100 જેટલી બાઇકો બળીને ખાખ થઈ ગઈ. જેમાં એકથી દોઢ કરોડના નુકસાનની આશંકા સેવાઈ રહી છે.

સંતરામપુર નગર પાલિકાની ફાયર બ્રિગેડ કાર્યરત ન હોવાથી ૩૫ કિલોમીટર દૂર ઝાલોદ અને લુણાવાડાથી ફાયર બ્રિગેડને બોલવામાં આવી. પરંતુ ત્યાં સુધીમાં આગે આખા શો રૂમને ઝપેટમાં લઈ લેતા આખો શો રૂમ બળીને ખાખ થઈ ગયો હતો. ત્યારે ઘટનાને જાણ થતાં સ્થાનિક લોકો પાણીના ટેન્કર લઈ ઘટના સ્થળે દોળી આવતા આગ પર કાબુ મેળવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. ત્યારે અહીં સવાલ એ ઉદભવે છે કે ગુજરાત સરકાર શિક્ષણ મંત્રી ડો.કુબેર ડીંડોર ખુદ અહીંયાના વતની છે અને સંતરામપુરમાં જ રહે છે. ત્યારે મંત્રીના ગામમાં જ ફાયર બ્રિગેડ બંધ હાલતમાં હોવાથી વિકાસની વાતો વચ્ચે વરવી વાસ્તવિકતાના અનેક સવાલો ઉઠી રહ્યા છે અને સ્થાનિક લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.

રાત્રે શો રૂમમાં આગ લાગતા આશરે ૭૦ જેટલી બાઈકો બળી ગઈ
સંતરામપુર શહેરના નર્સિંગપુર પાસે આવેલા ગાંધી મોટર્સ હોન્ડા શો રૂમના કે જ્યાં રાત્રીના સમયે ભીંષણ આગ ની ઘટના બની હતી. જેમાં અંદાજીત ૭૯ જેટલી બાઇકો અને શો રૂમમાં રાખેલી એસેસરીઝ, સ્પેરપાર્ટ, ઓઇલ સહિત તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ. સ્થાનિક લોકોએ જણાવ્યું કે અમને અહીંયા આગ લાગી એવો કોલ આવતા અમે પાણીનું ટેન્કર લઈ દોળી આવ્યા હતા અને આગ બુજવવાની કામગીરી હાથ ધરી હતી. અંદાજીત ૪ થી ૫ જેટલા પાણીના ટેન્કરો વડે પાણીનો મારો ચલાવી આગ બુજાવી હતી. તો અન્ય સ્થાનિક જણાવી રહ્યા હતા કે સંતરામપુર નગર પાલિકામાં ફાયર ફાયટર બગળેલી હાલતમાં હોવાના કારણે છેક દૂર ૩૫ કિલોમીટર ઝાલોદથી અને લુણાવાડા ખાતેથી ફાયર બ્રિગેડની ગાડીઓ બોલાવી પડી હતી. અને તેમને આવતા ત્રણ કલાક જેટલો સમય લાગ્યો જેમાં સ્થાનિકોએ ટેન્કરની મદદથી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.


ધારાસભ્ય ના મત વિસ્તારમાં જ ફાયર બ્રિગેડ બંધ હાલતમાં
રહેતાં જેથી લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા યોગ્ય સમયસર મદદ ન મળતા આસપાસ રહેતા લોકો રોષે ભરાયા હતાં. જો સંતરામપુર શહેરમાં ફાયર બ્રિગેડ કાર્યરત હોત અને સમયસર આવી જાત તો કદાચ આટલું મોટું નુકસાન શો રૂમ માલિકને વેઠવાનો વારો આવ્યો ન હોત??!!
હોન્ડા શો રૂમમાં લાગેલ આગમાં સંતરામપુર નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે.
નગરજનો જાન માલની રક્ષા કરવામાં નગરપાલિકા સદંતર નિષ્ફળ નીવડી છે અને ખરા સમયે સંતરામપુર નગરપાલિકાનું ફાયર ફાઈટર કામના લાગ્યું કારણકે નગરપાલિકા ના કોર્પોરેટરો અને જવાબદાર સત્તાધિશો મલાઈદાર કામમાં જ રસ હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
જીવન જરૂરી તેમજ લોકોના જાન માલની રક્ષા માટે જરૂરી વાહનો ધૂળ ખાઈ રહ્યા છે. ત્યારે નગરપાલિકા અધિકારીઓ અને પદાધિકારીઓને નગરના લોકોના જાન માલની કોઈ ચિંતા નથી.
નગરની સ્વચ્છતા માટે તેમજ જાન માલની રક્ષા માટે સરકાર દ્વારા આપવામાં આવતા વાહનો બિસ્માર હાલતમાં અને ધૂળ ખાઈ રહ્યા છે.
નગરપાલિકા ચીફ ઓફિસર ને આ બનાવ બાબતે ટેલીફોનિક વાતચીત કરતા તેમને જણાવેલ કે અમારી પાસે જૂનું ફાયર ફાઈટર હોઈ એટલે, અમે લોકોએ દરમિયાનગીરી કરીને લુણાવાડા અને ઝાલોદ થી ફાયર ફાઈટર મંગાવામાં મદદ કરી હતી, અને આટલો મોટો શોરૂમ ધરાવનાર વેપારીની પણ જવાબદારી બને છે કે, તેને ફાયર સેફ્ટિની વ્યવસ્થા કરવી જોઈતી હતી.
દીપસિંહ હઠીલા…..
ચીફ ઓફીસર, સંતરામપુર
સંતરામપુર નગરપાલિકાએ લાખો રૂપિયાનો ખર્ચ કરી ફાયર સ્ટેશન બનાવી રહી છે. ત્યારે સવાલ એ છે કે આગ લાગે ત્યારે આગ બુઝાવવા જેની તાતી જરૂર તેવા ફાયર ફાઈટટ કાર્યરત હોવા જોઈએ ને !!?? તે બંધ હાલતમાં પડ્યા છે તેને પ્રાથમિકતા આપી રીપેર કરીને રાખવા જોઈએ. જેથી આગ લાગે ત્યારે કૂવો ખોદવો ન પડે પરંતુ નગરપાલિકાના અધિકારી તેમજ પદાધિકારીઓને ફક્ત મલાઈદાર કામકાજમાં રસ હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. જેથી નગરજનોમાં નગરપાલિકા પર આક્રોશ છે અને સંતરામપુર નગરપાલિકાની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે, ત્યારે હવે જોવું એ રહ્યું કે નગરપાલિકાના જવાબદાર સત્તાધીશો સામે લોકોનું કેવું વલણ રહેશે તે તો આવનારો સમય જ બતાવશે.








