
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ભારતના યજમાન પદે યોજાઇ રહેલી શ્રેણીબદ્ધ G20 સમિટની પ્રિ સમિટમા ડાંગ જિલ્લાના માલેગામ સ્થિત પ્રયોશા પ્રતિષ્ઠાનના શ્રી પી.પી.સ્વામીજીએ ભાગ લઈને ડાંગ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અરુણાચલ પ્રદેશના નામસાઈ શહેરમાં G20 અંતર્ગત યોજાયેલી C20 (સિવિલ C20) ચાર દિવસિય શિખર સંમેલનમા દુનિયાભરના ૧૪૬ જેટલા દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. જેમાં ડાંગના શ્રી પી.પી.સ્વામીજીએ તેમની ઉપસ્થિતિ નોંધાવી નાગરિક સમાજ સંગઠનો ઉપર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે C20 ભારત ૨૦૨૩ G20 ના અધિકારિક સમૂહોમાનો એક સમૂહ છે. જે G20 ના વૈશ્વિક નેતાઓને લોકોનો અવાજ રજૂ કરવા માટે નાગરિક સમાજ સંગઠનોને એક મંચ પ્રદાન કરે છે.
અરુણાચલ પ્રદેશની મુલાકાતે ગયેલા સ્વામીજીએ એક ટેલિફોનિક મુલાકાતમાં કહ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી પ્રેમા ખંડુજી, નાયબ મુખ્યમંત્રીશ્રી, સ્થાનિક મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સહિત થાઈલેંડના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર, અને અરુણાચલ પ્રદેશ વિધાન સભાના સ્પીકર સહિત વિદેશી પ્રતિનિધિઓ, ભારતના ખ્યાતનામ લેખક, ચિંતક, વક્તા અને RBI ના ડાયરેક્ટર એસ.ગુરુમૂર્તિ સાથે વિચાર, વિમર્શ કરવાની તક સાંપડી છે. જે ડાંગ માટે ગૌરવની ઘટના ગણી શકાય.





