JUNAGADH CITY / TALUKOKESHOD

કેશોદના શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિરે ૨૮ વર્ષથી ઉજવાતો ગણેશોત્સવ…

કેશોદ શહેરમાં જુદાં જુદાં વિસ્તારોમાં ગણેશ ચતુર્થી ના દિવસે વાજતેગાજતે ગજાનન ગણપતિ દાદાની મૂર્તિઓ વિધિવિધાન મુજબ સ્થાપના કરી આનંદ ચૌદશ સુધી દરરોજ શ્રધ્ધાપૂર્વક પુજા અર્ચના કરી વિવિધ ધાર્મિક સાસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવે છે. કેશોદના વેરાવળ રોડ પર આવેલ કૃષ્ણનગર સોસાયટીમાં શ્રી ગોપેશ્ર્વર મહાદેવ મંદિરના પરીસરમાં વિશાળ કલાત્મક આકર્ષક ગણપતિ દાદાની શાસ્ત્રોકત વિધિ સાથે સ્થાપના કરવામાં આવી છે. કેશોદ શહેરમાં કૃષ્ણનગર સોસાયટીમાં છેલ્લાં ૨૮ વર્ષથી ગણેશોત્સવ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. ગતરાત્રે અગિયારસના દીવસે ભગવાન સત્યનારાયણની કથા નું આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદના નગરશ્રેષ્ઠીઓ ઉપરાંત આસપાસના રહીશ ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. કેશોદના શ્રી ગોપેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે યોજવામાં આવેલ ગણેશોત્સવ મા દરરોજ રાત્રીના વિવિધ ધાર્મિક સાસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવતાં હોય ભક્તિમય વાતાવરણ બની ગયું હતું. કેશોદ શ્રી ગોપેશ્ર્વર મહિલા સત્સંગ મંડળ દ્વારા રોજ રાત્રે સત્સંગ કરવામાં આવે છે. કેશોદના કૃષ્ણનગર સોસાયટીમાં યોજવામાં આવેલ ગણેશોત્સવ મા ભગવાન સત્યનારાયણની કથા ના યજમાન તરીકે દિનેશભાઈ અને દક્ષાબેન બરવાડીયા પરિવાર બેઠાં હતાં અને કથાનું રસપાન ભૂદેવ ભરતભાઈ અને જયેશભાઈ દવે એ કરાવ્યું હતું. કેશોદના વેરાવળ રોડ પર આવેલ કૃષ્ણનગર સોસાયટીમાં યોજાયેલા ગણેશોત્સવ ને સફળ બનાવવા કૃષ્ણનગર સાર્વજનિક સેવા ટ્રસ્ટ, કૃષ્ણનગર યુવક મંડળ અને શ્રી ગોપેશ્ર્વર મહિલા સત્સંગ મંડળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

[wptube id="1252022"]
Back to top button