નેત્રંગ : ચાર રસ્તા થી પંચાયત સુધીના સી.સી રસ્તા ની કામગીરીમાં ક્યારે થશે સરકારી નીતિનિયમોનો અમલીકરણ?.

સી.સી. રસ્તાની કામગીરીનું ક્યારે લાગશે *જાહેર વિજ્ઞપ્તિ* બોર્ડ?
નેત્રંગ નગરમા ચાર રસ્તા થી લઇ ને પંચાયત સેવાસદન સુધીના મુખ્ય સીસી રસ્તા ની છેલ્લા ઘણા દિવસ થી જેતે ઠેકેદાર થકી કામગીરી શરૂ કરવામા આવી છે. ત્યારે સરકારશ્રીએ બનાવેલા નીતિનિયમોનો સરેઆમ ભંગ ઠેકેદાર થકી પ્રથમ દિવસથી કરવામા આવતા અકસ્માત ના બનાવો બને તેવો પ્રજામા ભય સેવાઇ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જે જુનો રોડ હતો એનું ખોદકામ ચાલી રહ્યું છે ત્યારે કોઈ પણ જાતના રાહદારીઓની સલામતી માટે ડાયવર્ઝન બોર્ડ, દિશા સુચક બોડઁ, અને ખાસ સેફટી સાયન બોડઁ લગાવેલ નથી. જે વહેલી તકે લગાવવા લોક માંગ.
નેત્રંગ ચાર રસ્તા થી ગ્રામપંચાયત સેવાસદન સુધી રુપિયા સિતેર લાખ ની લાગતથી બનનાર સી.સી રસ્તા ની કામગીરી છેલ્લા બે ત્રણ દિવસ થી જેતે ઠેકેદાર નો ઠેકો રોડ બનાવવા માટે લાગેલ છે. તેણે પોતાની કામગીરી શરૂ તો કરી દીધી છે. પરંતુ સરકારશ્રી બનાવેલા નીતી નિયમોનો સરેઆમ ભંગ પ્રથમ દિવસથી થતો જોવા મળી રહ્યો છે. જેમ કે કામ શરૂ કરતા પહેલા કામની વિગત દશાઁવતુ જાહેર વિજ્ઞપ્તિ બોડઁ લગાવેલ નથી. ડાયવર્ઝન બોર્ડ, દિશા સુચક બોડઁ, અને ખાસ સેફટી સાયન બોડઁ લગાવેલ નથી. હાલમા રસ્તા ની શરૂ થયેલી કામગીરીમા જુનો રોડ રસ્તો તોદીને ખોદકામ કરવામા આવી રહ્યુ છે. ત્યારે રાત્રિના સમયે સેફટી સાયન બોર્ડ, કે સેફ્ટી રીબીન કે પછી સેફ્ટી કોણ પણ મુકવામાં આવ્યા નથી જેના કારણે રાહદારીઓમાં અકસ્માત નો ભય રહેલો છે.
ભરૂચ જીલ્લા પંચાયત માગૅ-મકાન વિભાગ જવાબદાર અધિકારીઓ તાત્કાલિક ધ્યાન આપી સરકારશ્રીએ બનાવેલ નીતિ નિયમોનુ પાલન કરાવે તેવી સ્થાનિકોની માંગ.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ