JHAGADIYA

અંકલેશ્વર ખોડલધામ લાપસી મહોત્સવમાં ૩૧૭ બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવ્યું

અંકલેશ્વર ખોડલધામ લાપસી મહોત્સવમાં ૩૧૭ બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવ્યું

 

અંકલેશ્વર ખોડલધામ સમિતિ દ્વારા છઠ્ઠો લાપસી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો, લાપસી મહોત્સવમાં દિવ્ય યજ્ઞ, બ્લડ ડોનેશન કેમ્પ, રાજકોટ ગેમ ઝોન ના મૃતકોને શ્રદ્ધાંજલિ તથા ડાયરા ના કાર્યક્રમોનું આયોજન થયું હતું આ લાપસી મહોત્સવ નિમિત્તે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારના તથા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ભરૂચ વાગરા જંબુસર ઝઘડિયા નેત્રંગ તાલુકામાં વસતા લેઉવા પાટીદાર સમાજના પરિવારોના યુવાનો‌ દ્વારા બપોરે ૩.૩૦ થી રાત્રે ૯ વાગ્યા સુધીમાં ૩૧૭ જેટલુ જંગી બ્લડ યુનિટ ડોનેશન કરવામાં આવ્યું હતું, બ્લડ ડોનેશનમાં બ્લડ યુનિટ એકત્ર કરવા અંકલેશ્વરની કુમારપાળ ગાંધી બ્લડ બેન્કની ટીમ સહયોગમાં આવી હતી.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

[wptube id="1252022"]
Back to top button