કાલોલ ખાતે ભારતીય બંધારણનાં ઘડવૈયા ડો.ભીમરાવ આંબેડકરની ૧૩૨ મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી.

- તારીખ ૧૪ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની ૧૩૨ મી જન્મજયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી જેમાં કાલોલ વિધાનસભા ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ જન્મજયંતિ ની ઉજવણી પ્રસંગે હાજર રહ્યા હતા પ્રથમ તેમના સ્થાનિક કાર્યાલય સ્ટેશન રોડ ઉપર એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાબાસાહેબ નું જીવન ચરિત્ર વિશે ફતેસિંહ ચૌહાણે સુંદર વ્યક્તિત્વ આપ્યું આ મહાન જ્ઞાની સિમ્બોલ ઓફ નોલેજ તરીકે બાબા સાહેબ ને ઓળખાવ્યા હતા ભારત રત્ન બાબા સાહેબ ના બલિદાન વિશે વાત કરી હતી અને તેમના જીવન ચરિત્ર અને રસપ્રદ જીવન વિશે વાતો કરી હતી ત્યારબાદ કાલોલ મામલતદાર કચેરીની આગળ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને ફૂલમાલ્ય અર્પણ વિધિ કરી હતી અને બાબા સાહેબ અમર રહો ના સુત્રો ચાર સાથે બાબાસાહેબ આંબેડકર અમર રહો ના નારા લાગ્યા હતા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને દલિત આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા જેમાં જિલ્લા ઉપાધ્યક્ષ ડોક્ટર યોગેશ પંડ્યા તાલુકા પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ શહેર પ્રમુખ ગૌરાંગભાઈ દરજી સાથે મોટી સંખ્યામાં કાલોલ શહેર સહિત તાલુકા ભાજપા મોરચાના પદ અધિકારીઓ હાજર રહ્યા હતા.










