Halvad હળવદના નવા માલણીયાદ ગામે પ્રેમલગ્ન કર્યાનો રોષ રાખી દીકરાના પિતા ઉપર હુમલો

હળવદના નવા માલણીયાદ ગામે પ્રેમલગ્ન કર્યાનો રોષ રાખી દીકરાના પિતા ઉપર હુમલો વિશાલ જયસ્વાલ હળવદ

હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહેતા ગોરધનભાઇ કરસનભાઇ પરમાર ઉવ.૫૦ એ આરોપીઓ વિજયભાઇ ઉર્ફે કારો ભુપતભાઇ ડોડીયા રહે.જુનામાલાણીયાદ, ચકુબેન ધીરૂભાઇ ભાટીયા રહે નવા માલણીયાદ, ચકુબેનના માતા દેવુબેન રહે માલણીયાદ, તથા એક અજાણ્યો માણસ વિરુદ્ધ હળવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ફરીયાદી ગોરધનભાઇના દિકરા કલ્પેશે આ કામના આરોપી ચકુબેનની દિકરી સાથે પ્રેમલગ્ન કરેલ હોય જે બાબતે રીસ રાખી આરોપીઓ ફરીયાદીના ઘરે આવી લોંખડના પાઇપ વતી ફરીયાદી ગોરધનભાઈને બંને પગે તથા જમણા હાથે તથા પીઠના ભાગે માર મારી બંને પગે ફેકરચરની ઇજા કરી તથા સાહેદને મુઢ માર મારી આરોપી વિજયભાઈ તથા આરોપી ચકુબેને ફરીયાદીને જણાવેલ કે અમારી દિકરી પાછી નહી આપો તો તમારા આખા ઘરને જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી હતી. જે મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી હળવદ પોલીસે ચારેય આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની જયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








