
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૧.૫.૨૦૨૪
હાલોલની કલરવ શાળાનું ધો. ૧૦ નું ઝળહળતું પરિણામ છેલ્લા ૨૫ વર્ષથી આવી ૨હયું છે.ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી અને ગૌરવ અનુભવાય ૨હયું છે. ચાલુ વર્ષે હાલોલ કેન્દ્રનું પરિણામ ૭૩.૪૫% આવેલ છે. ત્યારે કલરવ શાળાનું અંગ્રેજી માધ્યમનું ૮૫% પરિણામ આવ્યું છે.જેમાં અંગ્રેજી માધ્યમમાં પ્રથમ ક્રમાંકે રાજવી ભંડેરી (૯૯.૫૯(PR)) (AI ગ્રેડ), દ્વિતિય ક્રમાંકે હિલ સોલંકી (૯૯.૨૧(PR)) (A1 ગ્રેડ) અને તૃતીય ક્રમાંકે એન્જલ કિર્ચ્યન (૯૭.૬૩(PR)) (A1 ગ્રેડ) આવેલ છે.ત્યારે શાળાનું સમગ્ર પરિણામ જોતાં અંગ્રેજી માધ્યમમાં A1 ગ્રેડમાં 3, A2 ગ્રેડમાં 3, B1 ગ્રેડ માં ૭, B2 ગ્રેડમાં ૧૩, C1 ગ્રેડમાં ૮ અને C2 ગ્રેડમાં ૧- વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે.ત્યારે કલરવ શાળાનું ગુજરાતી માધ્યમનું ૯૦% પરિણામ આવ્યું છે.જેમાં ગુજરાતી માધ્યમમાં પ્રથમ ક્રમાંકે અનુક્રમે અંશ આહિર (૯૯,૭૬ (PR)) (A1 ગ્રેડ), દ્વિતિય ક્રમાંકે હિત ગોહિલ (૯૯.૩૫ (PR))(A1 ગ્રેડ), તૃતીય ક્રમાંકે ઉર્વા પટેલ (૯૯.૦૭(PR)), ચતુર્થ ક્રમાંકે વાણી કાછીયા (૯૮.૮૨ (PR)) (A1 ગ્રેડ), પાંચમા ક્રમાંકે સ્મિત સંગાડા (૯૮.૨૭ (PR)) (A1 ગ્રેડ), છઠ્ઠા ક્રમાંકે યુવરાજ પ૨મા૨ (૯૮.૧૭ (PR)) (A1 ગ્રેડ), સાતમા ક્રમાંકે ધ્રુવી પ૨મા૨ (૯૭.૭૩ (PR)) (A1 ગ્રેડ) અને આઠમા ક્રમાંકે યુવરાજ ગોહિલ (૯૭.૬૩ (PR)) (A1 ગ્રેડ) સાથે આવેલ છે.શાળાનું સમગ્ર પરિણામ જોતાં ગુજરાતી માધ્યમમાં A1 ગ્રેડમાં ૮, A2 ગ્રેડમાં ૨૦,B1 ગ્રેડ માં ૧૨, B2 ગ્રેડમાં ૨૨, C1 ગ્રેડમાં ૨૧ અને C2 ગ્રેડમાં ૯ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે.જે શાળાના શ્રેષ્ઠ શિક્ષકોના માર્ગદર્શન ને આભારી છે. કલસ્વ શાળા પરિવાર સર્વે વિદ્યાર્થીઓને અભિનંદન સહ શુભેચ્છા પાઠવે છે.










