હાલોલ:પંડોળ ગામે પિતાએ લોન લઇ રૂપિયા નહિ આપતા પુત્રએ પિતાને ખાટલા સાથે બાંધી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધો

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૬.૧૧.૨૦૨૩
હાલોલ તાલુકાના પંડોળ ગામે ટ્રેક્ટર લાવવા માટે પુત્રએ પિતા પાસે લોન લઇ રૂપિયા ની માંગણી કરતા પિતાએ લોન લઇ રૂપિયા ન આપતા પુત્ર એ પિતાને ખાટલા સાથે બાંધી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે.પિતાની હત્યા કરી જંગલમાં ભાગી છૂટેલા આરોપી પુત્ર ને પાવાગઢ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ તાલુકાના શિવરાજપુર નજીક આવેલા પંડોળ ગામે રહેતા ચંદ્રાભાઈ પુનાભાઈ ડામોર ખેતી કરી તેઓની પત્ની કાંતાબેન સાથે રહી ગુજરાન ચલાવતા હતા. ચંદ્રાભાઈ ને પરીવારમાં ત્રણ દીકરાઓ ના લગ્ન કરાવી દેતા તેઓ અલગ રહે છે.સૌથી મોટા પુત્ર રણજીત ડામોર ની પત્ની નું અવસાન થતાં તેના બે વર્ષના દીકરા અને એક વર્ષની દીકરી નો ઉછેર પણ દાદા ચંદ્રાભાઈ અને દાદી કાંતાબેન ના હાથે થઈ રહ્યો હતો,પરંતુ પુત્ર રણજિત દ્વારા નશો કરીને વારંવાર બંને નાના ભાઈઓ અને પિતા સાથે ઝઘડો કરી ગૃહ કંકાશ કરતો હતો. છેલ્લા થોડા દિવસથી રણજીત તેના પિતા પાસે ટ્રેક્ટર લાવવા માટે આઠ લાખ રૂપિયાની માંગણી કરી રહ્યો હતો.પિતા પાસે નાણાંની વ્યવસ્થા ન હોય અને તારા બંને દીકરાઓનું પણ પાલનપોષણ કરવાનું હોય પૈસા નહીં મળે તેમ જણાવી દેતા ગઈકાલે નશો કરી આવેલા રણજીત એ પિતાને ખાટલે બાંધી દઈ ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધા હતા. પિતાને મોત ને ઘાટ ઉતારી દીધા બાદ આરોપી પુત્ર જંગલ માં ભાગી છૂટ્યો હતો.બનાવની જાણ પાવાગઢ પોલીસ ને કરતા પોલીસે હત્યાનો ગુનો નોંધી હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવતા આરોપી એ પિતાના છાતી ઉપર બેસી છાતી માં મુક્કા મારતા પાંસળીઓ તૂટી ગયેલી અને ગળું દબાવી દેવાથી મોત નું કારણ જનતા પોલીસે નોંધાયેલ ફરિયાદ ના આધારે આરોપી રાણજીત ને પાવાગઢ ના જંગલ માંથી ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.ટ્રેકટર લાવા માટે પિતા પાસે પૈસાની માંગણી કરતા પિતા એ પૈસા આપવાની ના પડતા પોતાના પુત્ર એજ પિતાને મોતને ઘાટ ઉતારી દેતા નાનકડા ગામમાં ચકચાર મચી જવા પામી હતી.










