
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને મંગળવારે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે તેમની પત્ની બુશરા બીબીને હતું. ઉલ્લેખનીય છે કે, બુશરા બીબી તેમના ખાનગી નિવાસસ્થાનમાં નજરકેદ રાખવામાં આવ્યા છે. વધુમાં ઇમરાન ખાને કહ્યું કે જો તેમને કોઈ નુકસાન થશે તો આર્મી ચીફ જવાબદાર રહેશે.
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના નેતાએ અદિયાલા જેલમાં £190 મિલિયનના તોશાખાના ભ્રષ્ટાચાર કેસની સુનાવણી દરમિયાન ન્યાયાધીશ નાસિર જાવેદ રાણાને જાણ કરી હતી કે તેમની પત્ની બુશરાને ઝેર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે તેના શરીર પર ઈજાના નિશાન છે. ઈમરાન ખાને કહ્યું કે મને ખબર છે કે આ પાછળ કોનો હાથ છે.
ઈમરાન ખાને કહ્યું કે જો બુશરાને કોઈ નુકસાન થાય તો પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને જવાબદાર ઠેરવવા જોઈએ કારણ કે એક ગુપ્તચર એજન્સીના સભ્યો ઈસ્લામાબાદમાં તેમના બાની ગાલા નિવાસસ્થાન અને રાવલપિંડીની અદિયાલા જેલમાં બધું નિયંત્રિત કરી રહ્યા હતા. ઈમરાન ખાને કોર્ટને અપીલ કરી છે કે શૌકત ખાનમ હોસ્પિટલના ડો. અસીમ દ્વારા બુશરાની મેડિકલ તપાસનો આદેશ આપવામાં આવે. તેમણે કહ્યું કે તેમને અને પાર્ટીને અગાઉ તેમની તપાસ કરનાર ડૉક્ટર પર વિશ્વાસ નથી.
પૂર્વ પીએમ ઈમરાન ખાનની અપીલ બાદ કોર્ટે તેમને તેમની પત્ની બુશરાની મેડિકલ તપાસ અંગે વિગતવાર અરજી સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો હતો.સુનાવણી બાદ પત્રકારો સાથે વાત કરતા બુશરાએ કહ્યું કે પાર્ટીમાં તે અમેરિકન એજન્ટ હોવાની અફવાઓ ફેલાઈ રહી છે. તેને ટોયલેટ ક્લીનરથી ઝેર આપવામાં આવ્યું હતું. તેણે કહ્યું કે મારી આંખો સૂજી ગઈ છે, મને છાતી અને પેટમાં દુખાવો અને અસ્વસ્થતા અનુભવાઈ રહી છે અને ભોજન અને પાણીનો સ્વાદ પણ કડવો લાગી રહ્યો છે.
પીટીઆઈના પ્રવક્તાએ બુશરા બીબીના કસ્ટડીમાં હતા ત્યારે તેના ઝેર અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે બુશરા બીબીના પરિવાર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ પગલું તેમણે બંધારણ અને જેલના નિયમો બંનેનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પ્રતિબંધ તેમને નુકસાન પહોંચાડવાના ઇરાદાપૂર્વકની યોજનાનો ભાગ છે.