DAHOD CITY / TALUKO

મણિપુર ઘટનાના અનુસંધાને સંજેલી તાલુકો સજ્જડ બંધ રહેતા તમામનો આભાર વ્યક્ત કરતા સમસ્ત આદિવાસી પરિવાર સંજેલી

તા.૨૪.૦૭.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

મણિપુર ઘટનાના અનુસંધાને સંજેલી તાલુકો સજ્જડ બંધ રહેતા તમામનો આભાર વ્યક્ત કરતા સમસ્ત આદિવાસી પરિવાર સંજેલી

મણિપુરની ઘટનાના અનુસંધાનમાં સમસ્ત ગુજરાત રાજ્યમાં આદિવાસી પરિવાર દ્વારા અને અન્ય સંગઠનો દ્વારા મણિપુર આતંક અને મૂત્ર વિસર્જન તેમજ ucc કાયદા વિરૂદ્ધ સમસ્ત મુદ્દાઓ આદિવાસી સમાજને બરબાદ કરતાં હોવાથી સમસ્ત આદિવાસી વિસ્તારમાં તારીખ 23 જુલાઈ 2023 રવિવારના રોજ બંધ ગુજરાતનું એલાન આપવામાં આવ્યું હતું ત્યારે સમસ્ત સંજેલી તાલુકા સંપૂર્ણ રીતે બંધ રહ્યો હતો. ગામના નાના મોટા તમામ વેપારીઓ, વાહન વ્યવહાર, શૈક્ષણિક ક્લાસિસો, નાના ધંધાદારીઓ, અલગ અલગ સમાજના મિત્રોએ તથા શાસન પ્રશાસન મિત્રોએ બંધના એલાન ને સાથ સહકાર આપીને આ મણિપુરની ઘટનાના સખત રીતે વખોડી કાઢી હતી. આમ દરેક મિત્રોએ પોતાના કામ ધંધા બંધ રાખ્યા તે બદલ સમસ્ત આદિવાસી પરિવાર દ્વારા નાના મોટા વેપારીઓ, વાહન ચાલકોને હાથમાં ફૂલ આપી આભાર વ્યક્ત કરવામાં આવેલ થતાં અભિનંદન પાઠવ્યા હતા. જય ગુરુ જય જોહર અભિવાદન કર્યું હતું

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button