KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા અંબાજી મંદિર મા મોહનથાળ નો પ્રસાદ પુનઃ શરૂ કરાવવા માંગ

તારીખ ૧૩ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ પંચમહાલ દ્વારા કાલોલ અંબાજી મંદિરમાં આરાસુરી અંબાજી માતાના મંદિરમાં મોહનથાળનો પરંપરાગત પ્રસાદ બંધ કરવાના વિરોધમાં આરતી કરવામાં આવી અને ઉગ્ર વિરોધ સાથે મોહનથાળનો પ્રસાદ પુનઃ શરૂ કરવાની માંગ કરવામાં આવી. હિન્દુત્વના નામે વોટ લઈને ભવ્ય જીત મેળવ્યા બાદ હિન્દુઓની આવી રીતે ભાવના અને આસ્થાને ઠેસ પહોંચાડી રહી છે જે યોગ્ય નથી. કરોડો માઈ ભક્તોની લાગણી અને ભાવનાની કદર કરવાની ફરજ વહીવટકર્તાઓની છે ત્યારે વહીવટ યોગ્ય રીતે થાય તે જરૂરી છે. સરકારથી વહીવટ ન થતો હોય હવે હિન્દૂ મંદિરોના વહીવટને ભક્તોના હાથમાં આપી દેવાની માંગ છે. દ.ગુ. પ્રાંત ઉપાધ્યક્ષ વિનોદભાઈ બ્રહ્મભટ્ટ, પંચમહાલ જિલ્લા મંત્રી વિશાલભાઈ પંચાલ અને ધર્મ પ્રસાર પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલની ઉપસ્થિતમાં ભક્તોની સાથે મોહનથાળ પ્રસાદ બાબતે વિરોધ કરી માતાજીની આરતી કરવાં આવી.

 

[wptube id="1252022"]
Back to top button